બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા રેસીપી | બાજરી મુંગ પેનકેક | ફણગાવેલા મગના ચીલા | મૂંગ બાજરીના ચીલા | Bajra, Rice and Sprouts Moong Puda
તરલા દલાલ દ્વારા
Added to 251 cookbooks
This recipe has been viewed 11442 times
બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા રેસીપી | બાજરી મુંગ પેનકેક | ફણગાવેલા મગના ચીલા | મૂંગ બાજરીના ચીલા | bajra rice and sprouted moong puda in Gujarati | with 20 amazing images.
ગળ્યા અથવા નમકીન બનતાં પુડલા, ઢોસા જેવી તવા પર બનનારી વાનગી છે. પ્રસ્તુત છે, બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા ઓછા મસાલાવાળા, જે ઓછા તેલમાં, તવા પર બને છે. દહીંનો વપરાશ, આ વાનગીને અનેરો સ્વાદ આપી સુંગધીદાર બનાવે છે.
ઝટપટ અને સરળતાથી બનતા આ બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા સવારના અથવા કોઇપણ સમયે નાસ્તા માટે બનાવી શકાય છે.
ખીરા માટે- એક ઊંડા બાઉલમાં બાજરીનો લોટ, ચોખાનો લોટ, દહીં, ફણગાવેલા મગ, લીલા મરચાં, કોથમીર, મીઠું અને પર્યાપ્ત માત્રામાં પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી, રેડી શકાય એવું ખીરૂ બનાવી લો.
- હવે તેમાં હળદર ઉમેરી, સારી રીતે મિક્સ કરી, ૧૫ મિનિટ સુધી બાજુ પર રાખો.
આગળની રીત- એક નૉન-સ્ટીક તવા પર થોડું તેલ ચોપડી, ગરમ કરો.
- તેના પર એક ચમચો ભરીને ખીરૂ રેડી તેને ચમાચા વડે ફેલાવીને ૭૫ મી. મી. (૩”) વ્યાસનો ગોળાકાર બનાવો.
- હવે તેને, થોડા તેલની મદદથી, તેની બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- ઉપર પ્રમાણે, બાકીના ખીરામાંથી બીજા ૧૪ પુડલા બનાવો.
- લીલી ચટણી સાથે ગરમ-ગરમ પીરસો.
હાથવગી સલાહ:- જો તમને પુડલા ઉતારવામાં તકલીફ પડે તો, ખીરામા ૨ ટેબલસ્પૂન ચણાનો લોટ મેળવી, સારી રીતે મિક્સ કરી, પુડલા ઉતારવા.
Other Related Recipes
Accompaniments
બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe