You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > પનીર પસંદા
પનીર પસંદા

Tarla Dalal
27 January, 2025


Table of Content
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
પનીર પસંદાની રેસીપી બનાવવા માટે
30 પનીર (paneer, cottage cheese) ના ત્રિકોણ
2 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/2 ટીસ્પૂન ગરમ મસાલો (garam masala)
1 કપ જેરી લીધેલી દહીં (whisked curds, dahi)
મીઠું (salt) , સ્વાદાનુસાર
તેલ ( oil ) , તળવા માટે
કાંદા-કાજૂની પેસ્ટ માટે
1 કપ સમારેલા કાંદા (chopped onions)
2 ટેબલસ્પૂન ટુકડા કરેલા કાજૂ
બ્રાઉન કાંદાની પેસ્ટ માટે
1 1/2 કપ સ્લાઇસ કરેલા કાંદા (sliced onions)
તેલ ( oil ) , તળવા માટે
મિક્સ કરી પૂરણ બનાવો
1/2 કપ ભૂક્કો કરેલું પનીર (crumbled paneer)
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
1 ટેબલસ્પૂન સમારેલા ફૂદીનાના પાન (chopped mint leaves (pudina)
1 ટેબલસ્પૂન સમારેલી કિસમિસ
1 ટેબલસ્પૂન સમારેલા કાજૂ
1/2 ટીસ્પૂન સમારેલા કાજૂ
1/2 ટીસ્પૂન લસણની પેસ્ટ (garlic paste)
1/2 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ (green chilli paste)
મીઠું (salt) , સ્વાદાનુસાર
કોર્નફ્લોર-પાણીને મેળવી મિશ્રણ તૈયાર કરો
1/2 કપ કોર્નફલોર
1/4 કપ પાણી (water)
મીઠું (salt) , સ્વાદાનુસાર
સજાવવા માટે
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં કાંદાની સાથે ૧ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ થી ૬ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી તેને સંપૂર્ણ ઠંડા થવા માટે બાજુ પર રાખો.
- કાંદા જ્યારે સંપૂર્ણ ઠંડા થઇ જાય ત્યારે તેની સાથે લસણ, આદૂ અને કાજૂ મેળવી મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
- પૂરણને ૧૫ સમાન ભાગોમાં વહેંચો.
- સ્વચ્છ સપાટી પર ૧૫ ત્રિકોણ મૂકો, પૂરણનો એક ભાગ દરેક ત્રિકોણમાં મૂકો અને તેને સમાનરૂપે ફેલાવો. તેને બાકીના ૧૫ ત્રિકોણથી કવર કરી ને ધીમેથી દબાવો.
- સ્ટફ્ડ પનીર ત્રિકોણને કોર્નફ્લોર--પાણી ના મિશ્રણમાં ડૂબવો અને તેને ગરમ તેલમાં કાળજીપૂર્વક મૂકો. તમે એક સમયે ૫ થી ૬ ત્રિકોણ તળી શકો છો. જ્યાં સુધી તે બધી બાજુઓથી ગોલ્ડન બ્રાઉન રંગના ન થાય ત્યાં સુધી તળી ને કાડી લો અને બાજુ માં રાખો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા-કાજૂની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં મરચાં પાવડર અને ગરમ મસાલો મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- હવે તાપ ઓછો કરી, તેમાં દહીં મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં બ્રાઉન કાંદાની પેસ્ટ, મીઠું અને ૧/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં સ્ટફ્ડ પનીર ના ત્રિકોણ મેળવી હળવા હાથે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- પનીર પસંદાને કોથમીર વડે સજાવીને નાન, પરાઠા અને જીરા રાઇસ સાથે ગરમા ગરમ પીરસો.
- એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં કાંદા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- તે પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી સંપૂર્ણ ઠંડા થવા બાજુ પર રાખો.
- જ્યારે તે ઠંડા થઇ જાય, ત્યારે તેને ૧/૪ કપ પાણી સાથે મિક્સ કરી મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.