You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > તાજા ફળોનો રાઇતો ની રેસીપી
તાજા ફળોનો રાઇતો ની રેસીપી

Tarla Dalal
02 January, 2025
-15575.webp)

Table of Content
ફળો નું રાયતું | હેલ્ધી મિક્સ ફ્રુટ રાયતુ | સરળ મિક્સ ફ્રુટ રાયતા | fruit raita recipe in gujarati | with 17 amazing images.
આ મીઠા અને સ્વાદિષ્ટ ફળો નું રાયતુંમાં દહીં વડે કેલ્શિયમ સારી માત્રામાં મળી રહે છે. એક કપ લૉ-ફેટ દહીં એટલે પુખ્તવય ધરાવનાર વ્યક્તિની કેલ્શિયમની ૨૫% જરૂરત પૂરી થાય, એટલે તમારા રોજના જમણમાં આ રાઇતો જરૂર લેવાની આદત પાડો.
આ હેલ્ધી મિક્સ ફ્રુટ રાયતુમાં તમને કેલ્શિયમની સાથે સ્વાદનું સંયોજન પણ જોવા મળશે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
ફળો નું રાયતું માટે
1 કપ સમારેલા સફરજન
1 કપ સમારેલું અનેનાસ
1/2 કપ દાડમ
મિક્સ કરીને ડ્રેસીંગ તૈયાર કરવા માટે
1 1/2 કપ દહીં (curd, dahi) , જેરી લીધેલી
1/2 કપ સમારેલા ફૂદીનાના પાન (chopped mint leaves (pudina)
1 ટીસ્પૂન સંચળ (black salt, sanchal)
1/4 ટીસ્પૂન તાજો પીસેલો કાળા મરીનો પાવડર (freshly ground black pepper)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- ફળો નું રાયતું બનાવવા માટે, ડ્રેસિંગને મિક્સ કરો અને ઓછામાં ઓછા એક કલાક અથવા ઉપયોગ થાય ત્યાં સુધી રેફ્રિજરેટ કરો.
- પીરસતા પહેલા એક ઊંડા બાઉલમાં સફરજન, અનાનસ અને દાડમને ભેગું કરો.
- ડ્રેસિંગ ઉમેરો અને સારી રીતે ટોસ કરો.
- ફળોના રાયતાને પીરસો.