You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > કુટીના દારાના ઢોકળા
કુટીના દારાના ઢોકળા

Tarla Dalal
01 April, 2025


Table of Content
સામાન્ય રીતે દરેક જાતના નાસ્તામાં ચરબીનું પ્રમાણ હોવું જરૂરી નથી. આ એક એવો નાસ્તો છે જેમાં સહેજ પણ ચરબી ધરાવનાર અંશ ન હોવાથી તે તમારા માટે સદાય ગમતી વાનગી ગણી શકાય.
આ ઉપરાંત આ કુટીના દારાના ઢોકળાનો સ્વાદ અને પૌષ્ટિક્તા પણ લાજવાબ છે. કુટીના દારાની ગુણવત્તા એવી છે કે તે શરીરમાં રક્તના ભ્રમણમાં મદદરૂપ થઇ શરીરની ધમનીમાં થતાં ચરબીના ગંઠાવવાની ક્રીયાને અટકાવે છે. કુટીના દારાના ઉપયોગથી હ્રદયની ધડકનને દાબમાં રાખવા તે મદદરૂપ ગણાય જેથી હ્રદયની બીમારી ધરાવનાર માટે તે ઉપયોગી ગણી શકાય.
આ ઉપરાંત આ નાસ્તાની વાનગીમાં તેલનો ઉપયોગ ન હોવાથી જેને રક્તના કોલેસ્ટ્રોલની તકલીફ હોય તેના માટે આ વાનગી ફાયદારૂપ ગણી શકાય. તે ઉપરાંત તેનું ગ્લાસેમિક ઇન્ડેક્સ્ ઓછું હોવાથી જેમને ડાયાબિટીસની તકલીફ હોય તેમના માટે પણ યોગ્ય છે. આ ઢોકળાના અઢળક ફાયદા હોવાથી આ નાસ્તો બધા માટે જરૂર બનાવો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1 1/4 કપ કુટીનો દારો
1/2 કપ દહીં (curd, dahi)
1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ (green chilli paste)
1/4 ટીસ્પૂન આદુની પેસ્ટ (ginger (adrak) paste)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/2 ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ (fruit salt) (વૈકલ્પિક)
વિધિ
- કુટીના દારાને સાફ કરીને જરૂરી પાણી વડે એક જ વખત ધોઇ લો. તેને વધુ વખત ધોવાથી તેમાં રહેલા સ્ટાર્ચ પણ ધોવાઇ જશે.
- તે પછી તેને ગરણી વડે ગાળીને નીતારી લો.
- હવે એક ઊંડા બાઉલમાં કુટીનો દારો, દહીં અને ૧/૩ કપ પાણી મેળવીને સારી રીતે મિક્સ કરી લો, તે પછી બાઉલને ઢાંકી પલાળવા માટે ૪ થી ૫ કલાક બાજુ પર રાખો.
- તે પછી તેમાં લીલા મરચાંની પેસ્ટ, આદૂની પેસ્ટ અને મીઠું મેળવી લો. ૧/૨ ચમચી ફળ મીઠું ઉમેરો (વૈકલ્પિક). પરપોટા બનવા દો. બેટરને હળવા હાથે મિક્સ કરો.
- આ ખીરાનો અડધો ભાગ એક તેલ ચોપડેલી ૧૭૫ મી. મી. (૭”)ના ગોળાકાર થાળીમાં રેડી થાળીને ઉપર નીચે કરી સરખા પ્રમાણમાં પાથરી લો.
- તે પછી તેને સ્ટીમરમાં (steamer) મૂકી ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઢોકળા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી બાફી લો.
- રીત ક્રમાંક ૫ અને ૬ મુજબ બીજી એક થાળી તૈયાર કરો.
- ઢોકળાને થોડા ઠંડા પાડ્યા પછી તેના ટુકડા કરી તરત જ પીરસો.
હાથવગી સલાહ:
- રીત ક્રમાંક ૩ મુજબ મિશ્રણને ગરમીના દીવસોમાં ૪ કલાક તથા ઠંડીના દીવસોમાં ૫ થી ૬ કલાક હવામાન પ્રમાણે પલાળી રાખવું. આમ કરવાથી ઢોકળા સારા તૈયાર થશે.