મોદક રેસીપી | સ્ટીમ મોદક | ગણેશ ચતુર્થી રેસીપી | Modak, Steamed Modak, Ukadiche Modak for Ganesh Chaturthi
તરલા દલાલ દ્વારા
Added to 526 cookbooks
This recipe has been viewed 4616 times
મોદક રેસીપી | સ્ટીમ મોદક | ગણેશ ચતુર્થી રેસીપી | modak in gujarati | with 20 amazing images.
અહીં ગોળ અને નાળિયેરના રસદાર મિશ્રણથી ભરેલા ચોખાના લોટના શેલોથી મોદક રેસીપી બનાવેલી છે. ગણેશ ચતુર્થી છે! ગણેશજીના પ્રિય મોદકની પુષ્કળ વરાઇઅટીથી બનાતા હોય છે.
મોઢામાં પાણી લાવનાર મોદક સ્વાદિષ્ટ ગણેશ ચતુર્થી ઉજવણીનો એક અવિભાજ્ય ભાગ છે, ત્યારે તમે તેને વધુ વખત અજમાવી શકો છો કારણ કે તે આખા પરિવાર માટે, ખાસ કરીને નાના બાળકો માટે સ્વાદિષ્ટ વાનગી છે.
સામાન્ય રીતે ૧૧ અથવા ૨૧ મોદક ગણેશજીને અર્પણ કરવામાં આવે છે. દર મહિને આવતી સંકષ્ટ ચતુર્થી અને અંગારકી ચતુર્થી પર સ્ટીમ મોદક ભગવાનને અર્પણ કરવા બનાવવામાં આવે છે.
કણિક બનાવવા માટે- એક ઊંડા નોન-સ્ટીક પેનમાં ૧ ૩/૪ કપ પાણી ઉકાળો.
- એક ઊંડા બાઉલમાં ચોખાનો લોટ મૂકો અને ધીમે ધીમે ઉકાળેલું પાણી ઉમેરો. શરૂઆતમાં એક ચમચીનો ઉપયોગ કરીને સારી રીતે મિક્સ કરો અને પછી નરમ અને મુલાયમ કણિક તૈયાર કરો.
- ઢાંકણથી ઢાંકીને ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.
પૂરણ બનાવવા માટે- એક ઊંડુ નોન-સ્ટીક પેન ગરમ કરો, ગોળ ઉમેરો અને ધીમા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા ગોળ ઓગળે ત્યાં સુધી, સતત હલાવતા રહો.
- નાળિયેર, ખસખસ અને એલચીનો પાવડર ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ધીમા તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી અથવા બધો ભેજ બાષ્પીભવન થાય અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. સહેજ ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
- પૂરણને ૨૧ સમાન ભાગોમાં વહેંચો અને એક બાજુ રાખો.
મોદક બનાવવા માટે આગળની વિધિ- ૧/૨ ટીસ્પૂન ઘીનો ઉપયોગ કરીને ફરી એકવાર લોટ બાંધી લો અને બાજુ પર રાખો.
- ખૂબ ઓછા ઘીનો ઉપયોગ કરીને મોદક મોલ્ડને ગ્રીસ કરો અને તેને બંધ કરો.
- કણિકનો એક ભાગ લો, તેને મોદકના મોલ્ડમાં દબાવો જ્યાં સુધી તે બધી બાજુઓ પર સમાનરૂપે ફેલાઈ ન જાય.
- પૂરણના એક ભાગ સાથે કણિક પોલાણમાં ભરો.
- કણિકનો નાનો ભાગ લો અને તેને મોદક મોલ્ડના પાયા પર સમાનરૂપે ફેલાવો જેથી પૂરણને સીલ કરી શકાય.
- મોદકના મોલ્ડમાંથી મોદક કાઢો.
- રીત ક્રમાંક ૨ થી ૭ પ્રમાણે બાકીના ૨૦ મોદક તૈયાર કરી લો.
- સ્ટીમરમાં સ્ટીમરની પ્લેટ મૂકો અને તેના પર કેળાનું પાન મૂકો.
- તમારી આંગળીની ટીપ્સનો ઉપયોગ કરીને બધા મોદકોને થોડા પાણીથી ભીના કરો.
- કેળાના પાન પર ૧૦ મોદક મૂકો અને મધ્યમ તાપ પર ૧૦ મિનિટ સુધી સ્ટીમ કરો.
- રીત ક્રમાંક ૧૦ પ્રમાણે વધુ ૧ બેચમાં ૧૧ મોદક તૈયાર કરી લો.
- હૂંફાળું પીરસો.
હાથવગી સલાહ :- આ મોદક ઓરડાના તાપમાને એક દિવસ અને ફ્રીઝમાં હોય તો ૨ દિવસ માટે તાજા રહે છે.
- સ્થાનિક "સ્ટીલ વાસણો અને ઉપકરણો" ની દુકાનોમાં મોદકના મોલ્ડ સરળતાથી ઉપલબ્ધ હોય છે.
- બે પ્રકારના મોલ્ડ ઉપલબ્ધ છે, ધારોકે. પ્લાસ્ટિક અને સ્ટેનલેસ સ્ટીલ. પ્લાસ્ટિક મોલ્ડની કિંમત રૂ. ૧૦ થી રૂ. ૩૦. સ્ટેનલેસ સ્ટીલ મોલ્ડની કિંમત રૂ. ૪૦ થી રૂ. ૭૦.
Other Related Recipes
મોદક રેસીપી has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Mansi J,
November 15, 2014
I always wanted to know how these are made..Saw many other recipes..But I just love your recipes and so i ended up try this recipe only..Its a bit lengthy but too good...It does require a little practice..But you made it easier by showing how to make them in the modak moulds..Too good!!
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe