You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ રેસીપી > ભાત ની રેસીપી | ચોખાની વાનગીઓ > થ્રી ઇન વન રાઇસ
થ્રી ઇન વન રાઇસ

Tarla Dalal
02 January, 2025


Table of Content
ટમેટા અને ગાજર વડે બનતાં ઑરેન્જ ભાત, કોથમીર અને લીલા વટાણા વડે બનતા લીલા ભાત અને શાહીજીરા તથા ભરપુર પનીર વડે બનતા સફેદ ભાતની આ ત્રિરંગી વાનગી એટલી મજેદાર અને ખુશ્બુદાર બને છે કે તે ઑવનમાં બનતી હશે ત્યારે જ તેની ખુશ્બુ આખા ઘરમાં પ્રસરી જશે. આ થ્રી ઇન વન રાઇસ એવી મજેદાર છે કે, બધા જાતે આવીને જમવા બેસી જશે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
ઑરેન્જ ભાત માટે
1 1/2 કપ પલાળીને રાંધેલા ભાત
3/4 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1/2 ટેબલસ્પૂન ઘી (ghee)
1/4 કપ સમારેલા કાંદા (chopped onions)
null None
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/2 ટીસ્પૂન સાકર (sugar)
મીઠું (salt) , સ્વાદાનુસાર
સફેદ ભાત માટે
1 1/4 કપ પલાળીને રાંધેલા ભાત
1/2 ટેબલસ્પૂન ઘી (ghee)
1/2 ટીસ્પૂન વિલાયતી જીરૂ (caraway seeds, shahjeera)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/4 કપ સમારેલું પનીર
મીઠું (salt) , સ્વાદાનુસાર
લીલા ભાત માટે
1 1/4 કપ પલાળીને રાંધેલા ભાત
1/2 ટેબલસ્પૂન ઘી (ghee)
1/4 કપ સમારેલા કાંદા (chopped onions)
1/4 કપ બાફેલા લીલા વટાણા
મીઠું (salt) , સ્વાદાનુસાર
પીસીને સુંવાળી લીલી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડા પાણીનો ઉપયોગ કરીને)
1/2 કપ સમારેલી કોથમીર (chopped coriander)
2 સમારેલા લીલા મરચાં (chopped green chillies)
25 મિલીમીટર આદુ (ginger, adrak)
1/2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
અન્ય સામગ્રી
2 ટીસ્પૂન તેલ ( oil ) , ચોપડવા માટે
2 ટેબલસ્પૂન દૂધ (milk)
વિધિ
- એક માઇક્રોવેવ પ્રુફ બેકિંગ બાઉલમાં તેલ ચોપડી, તેમાં લીલા ભાત પાથરી લીધા પછી ચમચાની પાછળની બાજુએથી દબાવીને સરખા પાથરી લો.
- તે પછી તેની પર સફેદ ભાત પાથરીને ચમચાની પાછળની બાજુએથી દબાવીને સરખા પાથરી લો.
- છેલ્લે તેની પર ઑરેન્જ ભાત પાથરીને ચમચાની પાછળની બાજુએથી દબાવીને સરખા પાથરી લો.
- તેની પર સરખી રીતે દૂધ રેડી લીધા પછી બાઉલને ઢાંકી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦૦સે (૩૬૦૦ફે) તાપ પર ૧૫ થી ૨૦ મિનિટ સુધી અથવા માઇક્રોવેવને હાઇ (high) પર મુકી ૫ થી ૭ મિનિટ સુધી રાંધી લો.
- પીરસવાના થોડા સમય પહેલા, એક પ્લેટમાં બાઉલને ઉંધુ કરીને ભાત કાઢી લો.
- તરત જ પીરસો.
- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ટમેટા અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી અથવા ટમેટા બરોબર બફાઇ જાય ત્યાં સુધી બાફી લો.
- તેને ઠંડા પાડ્યા પછી મિક્સરમાં ફેરવી પલ્પ તૈયાર કરી તેને ગાળીને બાજુ પર રાખો.
- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ગાજર મેળવી વધુ ૧ મિનિટ સુધી મધ્યમ તાપ પર સાંતળી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલી ટમેટાની પલ્પ, લીલા મરચાં, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં રાંધેલા ભાત મેળવી મધ્યમ તાપ પર થોડા-થોડા સમયે હલાવતાં રહી, ૨ મિનિટ સુધી રાંધી લો. બાજુ પર રાખો.
- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ મેળવી, ફરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- છેલ્લે તેમાં રાંધેલા ભાત, લીલા વટાણા અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર, થોડા થોડા સમયે હલાવતાં રહી, ૨ મિનિટ સુધી રાંધી લો. બાજુ પર રાખો.
- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં શાહજીરું મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેંકડ સુધી સાંતળી લો.
- છેલ્લે તેમાં ભાત અને પનીર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર, થોડા-થોડા સમયે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.