મેનુ

You are here: Home> સાધનો >  જ્યુસર અને હોપર >  પાલક અને ફૂદીનાનું જ્યુસ રેસીપી

પાલક અને ફૂદીનાનું જ્યુસ રેસીપી

Viewed: 10539 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

પાલક અને ફૂદીનાનું જ્યુસ રેસીપી | પાલકનું જ્યુસ | ફુદીનાનું જ્યુસ | પૌષ્ટિક જ્યુસ | વજન ઘટાડવા માટે પાલકનું જ્યુસ | spinach mint juice recipe in Gujarati | with 24 amazing images.

દિવસની શરૂઆતને મજેદાર બનાવવા તથા તમારા શરીરને તંદુરસ્ત રાખી તેની શુધ્ધિ કરવા માટે આ પાલક અને ફૂદીનાનું જ્યુસ આર્દશ ગણાય એવું છે. લીંબુના રસનો ઉમેરો આ જ્યુસના લીલા રંગને જાળવી રાખીને તેમાં રહેલા લોહનું શોષણ વધારવામાં પણ મદદ કરે છે.

અહીં વાપરેલી લીલી શાકભાજી અને જલજીરાનું પાવડર તમારા પાચનતંત્રને ઉતેજ્જિત કરવા માટે અને ઓછા થયેલા ખનિજ તત્વને વધારવામાં પણ મદદરૂપ થાય છે, તે ઉપરાંત ફૂદીનામાં રહેલું તેલ પણ પાચનશક્તિ વધારવામાં ઉપયોગી થાય છે.

પાલક અને ફૂદીનાનું જ્યુસનું સેવન દરરોજ સવારના ખાલી પેટે જ કરવું. ખાસ ધ્યાન રાખવું કે આ જ્યુસ પીધા પછી તરત જ કંઇ ખાવું નહીં જેથી આ જ્યુસ તમારા શરીરનો અપચો દૂર કરી પોતાનું સામર્થ્ય સિધ્ધ કરી શકે.

પૌષ્ટિક પાલક, કેલ અને સફરજનનું જ્યુસ અજમાવી જુઓ.

Preparation Time

None Mins

Cooking Time

None Mins

Total Time

None Mins

Makes

None None

સામગ્રી

વિધિ
જ્યુસરમાં તૈયાર કરવા માટે
  1. એક જ્યુસરમાં પાલક, ફૂદીનાના પાન અને કોથમીર સાથે ૧/૨ કપ પાણી મેળવી સુંવાળું જ્યુસ તૈયાર કરો.
  2. આ જ્યુસને ગરણી વડે ગાળી લો.
  3. હવે તેમાં લીંબુનો રસ અને જલજીરા પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
  4. હવે ૨ ગ્લાસમાં ભૂક્કો કરેલો બરફ મૂકી, તેની પર આ તૈયાર કરેલું જ્યુસ સરખા પ્રમાણમાં રેડી લો.
  5. તરત જ પીરસો.
હૉપરમાં તૈયાર કરવા માટે
  1. આ રેસીપીમાં હૉપર વડે જ્યુસ બનાવવું વ્યવહારિક નથી, કારણ કે લીલા શાકભાજીના પાંદડા અતિ નરમ હોવાથી હૉપરમાં ફેરવી શકાય એવા નથી.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ