મેનુ

You are here: Home> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  રાજસ્થાની વ્યંજન | રાજસ્થાની વાનગીઓ | રાજસ્થાની રેસિપી | >  બાજરાની ખીચડી રેસીપી

બાજરાની ખીચડી રેસીપી

Viewed: 53963 times
User 

Tarla Dalal

 27 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Bajra Khichdi ( Rajasthani) - Read in English
बाजरा खिचड़ी रेसिपी - हिन्दी में पढ़ें (bajra khichdi recipe | Rajasthani bajra khichdi | healthy black millet Indian khichdi | in Hindi)

Table of Content

બાજરાની ખીચડી રેસીપી | રાજસ્થાની બાજરાની ખીચડી | હેલ્ધી બાજરાની ખીચડી | bajra khichdi in Gujatati | with 20 amazing images.

જ્યારે ઘરે જ કંઇક બનાવીને ખાવાની ઇચ્છા થાય ત્યારે પ્રથમ તો મનમાં ખીચડીની જ યાદ આવે. તમારો આખા દીવસનો થાક ઉતારી તન અને મનને સ્વસ્થ રાખતી આ રાજસ્થાની ભપકાદાર બાજરાની ખીચડી તમને જરૂર સંતોષ આપશે.

રાજસ્થાનમાં ચોખાને બદલે બાજરાનો ઉપયોગ વધુ પડતો થાય છે એટલે આ ખીચડીમાં પણ દેશના બીજા પ્રદેશમાં બનતી ચોખાની ખીચડીથી અલગ બાજરાનો ઉપયોગ થયો છે. આ બાજરાની ખીચડી એવી મલાઇદાર અને મધુર ખુશ્બુદાર બને છે કે તે તમને શારીરિક અને માનસિક આરામ આપી, દહીં સાથે ખાવાથી સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે.

જો તમને આ ખીચડી અલગ રીતે માણવી હોય તો તમે બાજરા અને મગની દાળ સાથે પ્રેશર કુકરમાં થોડા સમારેલા શાકભાજી ઉમેરી શકો અથવા આ ખીચડીને વિવિધ મસાલાનો વઘાર પણ આપી શકો.

 

બાજરાની ખીચડી રેસીપી - Bajra Khichdi ( Rajasthani) recipe in Gujarati

Preparation Time

None Mins

Cooking Time

None Mins

Total Time

None Mins

Makes

None None

સામગ્રી

Main Ingredients

વિધિ

  1. એક પ્રેશર કુકરમાં બાજરી, મગની દાળ, મીઠું અને ૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી કુકરની ૪ સીટી સુધી બાફી લો.
  2. કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
  3. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
  4. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને હળદર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં બાફેલી બાજરી-મગની દાળનું મિશ્રણ અને થોડું મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. તરત જ પીરસો.

વિગતવાર ફોટો સાથે બાજરાની ખીચડી રેસીપી

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ