અજમાના પાણી ની રેસીપી | વજન ઘટાડવા માટે અજમાનું પાણી | એસિડિટી માટે અજમાનું પાણી | Ajwain Water
તરલા દલાલ દ્વારા
Added to 6 cookbooks
This recipe has been viewed 5320 times
અજમા ના પાણી ની રેસીપી | વજન ઘટાડવા માટે અજમા નું પાણી | એસિડિટી માટે અજમા નું પાણી | ajwain water recipe in gujarati | with 7 amazing images.
અજમા ના પાણીમાં એક સરસ, સ્વાદિષ્ટ સુગંધ અને ઝણઝણાટનો સ્વાદ હોય છે, જેને તમે ગળી અને પચાવી શકો છો, જ્યારે તમે ખૂબ જ ભરેલું અનુભવો છો અને પેટમાં અસ્વસ્થતા હોય ત્યારે પણ. વજન ઘટાડવા માટે અજમા નું પાણી સંપૂર્ણ ભારતીય પીણું છે.
આવી પરિસ્થિતિઓમાં આ સરળ અજમા નું પાણી એક જાદુઈ દવા છે. તેને થોડું-થોડું પીવાથી પેટ ફૂલવાની સાથે એસિડિટીમાંથી ઝડપથી રાહત મળે છે.
નોંધ કરો કે વજન ઘટાડવાના ફાયદાનો આનંદ માણવા માટે આપણે અજમા નું પાણી ગરમ કરવું જોઈએ. અજમો એ કુદરતી પાચન સહાયક છે જે પાચનતંત્રને શુદ્ધ કરવામાં મદદ કરે છે. તે ચયાપચયને પણ વેગ આપે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
અજમા નું પાણી બનાવવા માટે- અજમા નું પાણી બનાવવા માટે, એક સોસ પેનમાં પાણી અને અજમો નાખો, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી ઉકાળો.
- ગેસ બંધ કરો અને તેને ઊંડા બાઉલમાં સ્ટ્રેનરનો ઉપયોગ કરીને ગાળી લો. ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
- અજમા ના પાણીને ગરમ કે ઠંડુ કરીને પીરસો.
વિગતવાર ફોટો સાથે અજમા ના પાણી ની રેસીપી
-
જો તમને અજમા ના પાણીની રેસીપી | વજન ઘટાડવા માટે અજમા નું પાણી | એસિડિટી માટે અજમા નું પાણી | ajwain water recipe in gujarati | ગમી હોય તો, અમારી બીજી પૌષ્ટિક પીણાંની રેસિપી જુઓ. નીચે આપેલા પીણાં ખૂબ સારા છે કારણ કે તેમાં સાકર નથી અને તે શુદ્ધ કુદરતી સામગ્રીમાંથી બને છે. જો તમારે સ્વસ્થ જીવન જીવવું હોય તો સાકરને સફેદ ઝેર તરીકે ઓળખાતી હોવાથી તેને ના કહો. ફિટ રહો અને નીચે આપેલા આ સ્વસ્થ ભારતીય પીણાંને અનુસરો.
- ડાયાબિટીસ માટે કારેલા જ્યુસ રેસીપી | વજન ઘટાડવા, બ્લડ પ્રેશર, ચમકતી ત્વચા માટે કારેલાનો રસ | હેલ્ધી કારેલાનું જ્યુસ | karela juice recipe for diabetics recipe in gujarati | with 10 amazing images.
- લીમડાનો રસ | હેલ્ધી લીમડાનો રસ | નીમ જ્યુસ ની રેસીપી | લીમડાનો રસ બનાવવાની રીત | neem juice in gujarati | with 8 amazing images.
-
અજમા ના પાણી ની રેસીપી | વજન ઘટાડવા માટે અજમા નું પાણી | એસિડિટી માટે અજમા નું પાણી | ajwain water recipe in gujarati | બનાવવા માટે એક તપેલીમાં ૨ કપ પાણી લો.
-
પાણીમાં અજમો ઉમેરો. આ અજમાનું પાણી સમય-સમય પર પીવાથી અપચો અને પેટનું ફૂલવું દૂર થઈ શકે છે.
-
સારી રીતે મિક્સ કરી ૮-૧૦ મિનિટ માટે ઉકાળો. અજમાનું પાણી પેટ ફૂલવાની સાથે થતી એસિડિટી અને અપચાને કારણે થતી એસિડિટીથી તરત જ રાહત આપવામાં મદદ કરે છે.
-
એકવાર ઉકળી જાય પછી, સ્ટ્રેનરનો ઉપયોગ કરીને અજમા ના પાણીને ગાળી લો.
-
એક બાજુ પર રાખો અને સહેજ ઠંડુ કરો. નોંધ કરો કે વજન ઘટાડવાના ફાયદો જોયતો હોય તો અજમાનું પાણી ગરમ હોવું જોઈએ.
-
અજમાના પાણીને ગરમ હુફાળું કે ઠંડુ કરીને પીરસો.
-
વજન ઘટાડવા માટે અજમાનું પાણી. અજમો એ કુદરતી પાચન સહાયક છે જે પાચનતંત્રને સાફ કરવામાં મદદ કરે છે. તે ચયાપચયને પણ વેગ આપે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. અજમાનું પાણી પીવાનો શ્રેષ્ઠ સમય એ છે કે સવારે સૌથી પહેલા ખાલી પેટ. આ અજમાનું પાણી ગરમ પીરસવું શ્રેષ્ઠ વિકલ્પ છે, જો તમે ઇચ્છો તો તેને ઠંડુ કરી શકો છો. આ અજમાનું પાણી પીધા પછી અડધા કલાક સુધી કંઈપણ ખાવાનું ટાળો. આ સૌથી સરળ પીણું અજમાવવા યોગ્ય છે. પરંતુ યાદ રાખો કે એકલા અજમાનું પાણી વજન ઘટાડવામાં મદદ ન કરી શકે. ફળો અને શાકભાજી પર ધ્યાન કેન્દ્રિત કરો અને સારી માત્રામાં પ્રોટીન અને સંતુલિત કાર્બોહાઇડ્રેટ્સ સાથે ભોજન લો.
-
અજમો અને પાણી ઉલ્લેખ કરેલ પ્રમાણમાં જ ઉપયોગ કરો, કારણ કે અજમાનો વધુ પડતો ઉપયોગ પાચનતંત્ર પર વિપરીત અસર કરી શકે છે.
-
પીરસતા અથવા સેવન કરતા પહેલા અજમાને ગાળીને કાઢી નાખવાનું યાદ રાખો.
-
આ પાણી ગરમ પીવાનું પસંદ કરો. તે શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે અને તે પાચનતંત્રને સાફ કરવામાં પણ મદદ કરે છે.
-
પ્ર. એસિડિટી અને ગેસ્ટ્રિકની તકલીફમાં રાહત મેળવવા માટે અજમાનું પાણી પીવાનો શ્રેષ્ઠ સમય ક્યારે છે?
જ. આ અજમાનું પાણી પીવાનો શ્રેષ્ઠ સમય સવારે ખાલી પેટ છે. જો કે, ક્રોનિક ગેસ્ટ્રિક સમસ્યાઓ માટે, અમે ભલામણ કરીએ છીએ કે તમે તમારા ડૉક્ટરની સલાહ લો.
-
પ્ર. શું આપણે આ પાણી બનાવીને 6 મહિના સુધી સંગ્રહિત કરી શકીએ છીએ?
જ. તમે તેને ૧ થી ૨ કલાક માટે સ્ટોર કરી શકો છો, પરંતુ અમે વધુ કલાકો સુધી સ્ટોર કરવાનો પ્રયાસ કર્યો નથી. જ્યારે તેને તાજું બનાવવામાં આવે અને તે હજી ગરમ હોય ત્યારે તે શ્રેષ્ઠ છે.
-
પ્ર. શું અજમાનું પાણી ખરેખર વજન ઘટાડવામાં મદદ કરે છે?
જ. હા, અજમા માં આવશ્યક તેલ ‘થાઇમોલ’ છે જે ચયાપચયને વેગ આપવા અને વજન ઘટાડવામાં મદદ કરવા માટે જાણીતું છે.
-
પ્ર. વજન ઘટાડવાના પરિણામો મેળવવા માટે મારે કેટલા સમય સુધી અજમાનું પાણી પીવું જોઈએ?
જ. તમારે સવારે સૌથી પહેલા પીવુ જોઈએ. આ પાચન રસ છોડવામાં અને પાચનને વધારવામાં મદદ કરશે. અસરકારક પરિણામો માટે ઓછામાં ઓછા એક કે બે મહિના સુધી આ ચાલુ રાખો.
-
પ્ર. શું હું મીઠું ઉમેરી શકું?
જ. ના, અમે મીઠું ઉમેરવાની ભલામણ નહીં કરીએ.
Other Related Recipes
અજમા ના પાણી ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe