સેવિયા ઉપમા ની રેસીપી | Semiya Upma
તરલા દલાલ દ્વારા
Added to 216 cookbooks
This recipe has been viewed 7305 times
રવા વડે બનતા ઉપમા ખાઇને કંટાળી ગયા છો? તો અહીં તમારા માટે હાજર છે વર્મિસેલી સેવ વડે બનતો ઉપમા જેનો બંધારણ રેશમ જેવો અને દેખાવ સેવના લીધે નુડલ્સ જેવો છે. જે બાળકોને તથા મોટાઓને પણ ગમી જશે.
તો, આ સેવિયા ઉપમા તમારા કુટુંબમાં દરેકને ગમી જશે અને વધુમાં તે બનાવવામાં પણ સરળ હોવાથી જ્યારે તમે આખા દીવસના થાકેલા ઘેર આવો ત્યારે સાંજના જમણ માટે આ વાનગી તમારા માટે જરૂર સારી જ પૂરવાર થશે.
સેવિયા ઉપમા ની રેસીપી બનાવવા માટે- એક બાઉલમાં વર્મિસેલી સેવ, ૧/૨ ટીસ્પૂન તેલ, મીઠું અને ૨ કપ ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકીને ૮ થી ૧૦ મિનિટ માટે અથવા સેવ નરમ થાય ત્યાં સુધી બાજુ પર રાખો. તે પછી તેને નિતારીને બાજુ પર રાખો.
- હવે બાકી રહેલું ૨ ટીસ્પૂન તેલ એક નૉન-સ્ટીક પૅનમાં રેડી તેમાં રાઇ અને અડદ દાળ મેળવી ગરમ કરો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા અને લીલા મરચાં મેળવી ધીમા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં વર્મિસેલી સેવ, કોથમીર, લીંબુનો રસ અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- નાળિયેરની ચટણી સાથે ગરમ-ગરમ પીરસો.
Other Related Recipes
સેવિયા ઉપમા ની રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Gandhi Dhwani,
December 06, 2014
I was so bored of having the same sooji upma everyday... This is a great new twist.. I loved this authentic south indian sevaiyaan upma.. which is little spicy and tastes just like the upma.. The smooth and silky texture of sevaiyaan makes it more attractive to kids as well as adults. .
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe