વેજીટેબલ ઍન્ડ લૅન્ટીલ પુલાવ | Vegetable and Lentil Pulao
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 186 cookbooks
This recipe has been viewed 10257 times
અહીં ભાત, દાળ, મિક્સ શાકભાજી, કેસર અને તળેલા કાંદાનું મિશ્રણ છે જેને કાંદાની તૈયાર કરેલી પેસ્ટમાં મેળવી ઑવનમાં તૈયાર કરવામાં આવ્યું છે. તે એવું મજેદાર બને છે કે તેને જમણનું મુખ્ય અંગ પણ ગણાવી શકાય. તેનો દેખાવ ખૂબજ પ્રભાવી લાગે છે કારણકે તેને બેક કરવાથી “દમ” જેવો અહેસાસ આ વેજીટેબલ ઍન્ડ લૅન્ટીલ પુલાવમાં આવે છે.
ભાત-દાળના મિશ્રણ માટે- ચોખા એવી રીતે રાંધી લો કે તેનો દરેક દાણો છુટો રહે. તેને નીતારીને બાજુ પર રાખો.
- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં દાળ અને ૧ ૧/૨ કપ પાણી મેળવી મધ્યમ તાપ પર ૧૦ થી ૧૫ મિનિટ સુધી અથવા દાળ બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લીધા પછી તેને બાજુ પર રાખો.
- એક બાઉલમાં ભાત, દાળ, મિક્સ શાકભાજી, તળેલા કાંદા, કેસર-દૂધનું મિશ્રણ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ ભાત-દાળના મિશ્રણના બે ભાગ પાડી બાજુ પર રાખો.
કરી માટે- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં તૈયાર કરેલી કાંદાની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં દહીં, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
આગળની રીત- એક માઇક્રોવેવમાં મૂકી શકાય એવા બાઉલમાં ઘી ચોપડીને તેમાં ભાત-દાળના મિશ્રણનો એક ભાગ મૂકી તેને ચમચાના પાછળના ભાગ વડે ફેલાવી લો.
- તે પછી તેમા તૈયાર કરેલી કરી સરખી રીતે પાથરી લો.
- છેલ્લે તેની પર બાકી રહેલું ભાત-દાળનું મિશ્રણ સરખી રીતે પાથરી લો.
- તે પછી તેની પર દૂધ રેડી, વાસણને ઢાંકણ વડે ઢાંકી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦૦ c (૩૬૦૦ f) તાપમાન પર ૧૫ થી ૨૦ મિનિટ સુધી અથવા માઇક્રોવેવમાં ઉંચા તાપમાન પર ૫ થી ૭ મિનિટ બેક કરી લો.
- પીરસવાના સમય પહેલા, એક મોટી પીરસવાની ડીશ પર પલટાવી લો.
- તાજા દહીં સાથે તરત જ પીરસો.
Other Related Recipes
1 review received for વેજીટેબલ ઍન્ડ લૅન્ટીલ પુલાવ
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe