ફોકાસીયા બ્રેડ | Focaccia Bread, Homemade Italian Soft Bread
તરલા દલાલ દ્વારા
Added to 28 cookbooks
This recipe has been viewed 4006 times
ફોકાસીયા બ્રેડ એ એક નરમ ઇટાલીયન બ્રેડનો પ્રકાર છે, જે ખાવાથી જમવા જેટલો સંતોષ મળે છે. આ પ્રખ્યાત બ્રેડનો ઉપયોગ સેન્ડવીચ, ટોસ્ટ અને બ્રેડની લગતી બીજી સામાન્ય નાસ્તાની વાનગીમાં વધુ પડતો થાય છે. હર્બ્સ્ અને કાળા જેતૂનના તેલ વડે બનતા આ બ્રેડ મસ્ત સ્વાદ અને સુવાસ ધરાવતા હોવાથી તમે તેના ટોસ્ટ બનાવી ઉપર માખણ અથવા જેતૂનનું તેલ ચોપડીને ગરમા-ગરમ સૂપ અથવા પાસ્તા સાથે પીરસસો, ત્યારે જુઓ કેવો ફર્સ્ટ ક્લાસ જમણનો આંનદ માણવા મળે છે. આ વાનગીમાં જેતૂનના તેલની માત્રા ઓછી ન કરવી નહીં તો બ્રેડ સારા નહીં બને.
Add your private note
ફોકાસીયા બ્રેડ - Focaccia Bread, Homemade Italian Soft Bread recipe in Gujarati
તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન: ૨૦૦˚ સે (૪૦૦˚ ફે)   બેકિંગનો સમય: ૨૦ મિનિટ   બનાવવાનો Time:    કુલ સમય:    
૧ મોટો લોફ માટે
૨ કપ મેંદો
૧૪ ટીસ્પૂન જેતૂનનું તેલ
૨ ટીસ્પૂન ઇનસ્ટંટ સૂકું ખમીર
૧ ટીસ્પૂન સાકર
૧/૨ ટીસ્પૂન સૂકી રોઝમેરી
૨ ટેબલસ્પૂન સ્લાઇસ કરેલા કાળા જેતૂન
૧ ટીસ્પૂન આખું મીઠું
Method- એક નાના બાઉલમાં સૂકું ખમીર, સાકર અને ૨ ટેબલસ્પૂન હુંફાળું ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકીને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખી મૂકો.
- બીજા એક પહોળા ખુલ્લા બાલઉમાં મેંદો, ૬ ટીસ્પૂન જેતૂનનું તેલ, ખમીર-સાકરનું મિશ્રણ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી જરૂરી હુંફાળા ગરમ પાણી વડે નરમ કણિક તૈયાર કરી લો.
- આ કણિકને એક સાફ સૂકી જગ્યા પર મૂકીને તેને હાથ વડે ગુંદીને એક સુંવાળું બોલ બનાવી લો.
- બીજા એક બાઉલમાં ૨ ટીસ્પૂન જેટલું જેતૂનનું તેલ ચોપડીને તૈયાર કરેલા કણિકના બોલને તેમાં મૂકી, બાઉલ પર ક્લીંગ રૅપ (cling wrap) વીંટાળી મજબૂત રીતે બંધ કરી લો.
- આ કણિકને હુંફાળી જગ્યા પર ૪૫ મિનિટ સુધી રાખી મૂકો.
- તે પછી બાઉલ પરથી ક્લીંગ રૅપ કાઢી કણિકને ફરીથી સુંવાળી બને ત્યાં સુધી ગુંદી લો.
- હવે એક એલ્યુમિનિયમની ૨૦૦ મી. મી. X ૧૫૦ મી. મી. (૧૦” x ૬”)ની ટ્રેમાં ૨ ટીસ્પૂન જેતૂનનું તેલ ચોપડી તેમાં તૈયાર કરેલી સુંવાળી કણિકને સારી રીતે પાથરી તેની પર તમારા હાથની આંગળિયો વડે ખાડા પાડી લો.
- હવે તેની પર ૨ ટીસ્પૂન જેતૂનનું તેલ રેડી લો, તે પછી તેની પર રોઝમેરી, કાળા જેતૂન અને આખું મીઠું સરખા પ્રમાણમાં છાંટી હાથ વડે હલકી રીતે દબાવી દો.
- આ ટ્રે ને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦˚ સે (૪૦૦˚ ફે) તાપમાન પર ૧૫ મિનિટ સુધી બેક કરી લો.
- ટ્રે ને બહાર કાઢીને બ્રેડ પર ૨ ટેબલસ્પૂન જેતૂનનું તેલ બ્રશ વડે સરખી રીતે ચોપડી લો.
- સહજ ઠંડું થયા પછી તેના ચોરસ ટુકડા અથવા તમને ગમતા આકારના ટુકડા પાડીને પીરસો.
Other Related Recipes
ફોકાસીયા બ્રેડ has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe