ફણગાવેલા મગની કરી સાથે મેથીના મુઠીયા | Sprouted Curry with Methi Muthia
તરલા દલાલ દ્વારા
Added to 188 cookbooks
This recipe has been viewed 3684 times
આ રંગીન સ્પ્રાઉટવાળી કરી પ્રથમ નજરે ગમી જાય એવી છે કારણ કે તેમાં ઉમેરવામાં આવેલા મુઠીયા એવા આકર્ષક લાગે છે. કોથમીર અને પાલક સાથે મસાલા પેસ્ટ મેળવીને તેને તૈયાર કરવામાં આવ્યા છે. હજી તો આ શરૂઆત છે, મજાની વાત તો અહીં એ છે કે મોઢામાં પાણી છુટી જાય એવી ખુશ્બુદાર કરીમાં નાળિયેરનું દૂધ અને તૈયાર કરેલી મસાલેદાર પેસ્ટ પણ મેળવવામાં આવી છે. કરકરા સ્પ્રાઉટની સુવાસ સાથે મેથીના મુઠીયાનો સ્વાદ મળીને તમને યાદ રહી જાય એવી તૈયાર થાય છે આ વાનગી.
મેથીના મુઠીયા માટે- એક ઊંડા બાઉલમાં ૨ ટેબલસ્પૂન પાણી સાથે બધી વસ્તુઓ સારી રીતે મેળવી લો.
- તે પછી આ મિશ્રણના ૧૨ સરખા ભાગ પાડી દરેક ભાગને ગોળવાળી લો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલા મુઠીયા દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી તેને ટીશ્યુ પેપર પર કાઢી બાજુ પર રાખો.
આગળની રીત- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી તળી લો.
- તે પછી તેમાં ફણગાવેલા મગ, મીઠું અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પૅનને ઢાંકીને મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ અને નાળિયેરનું દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ રાંધી લો.
- હવે તાપને બંધ કરી તેમાં મુઠીયા મેળવી હળવા હાથે મિક્સ કરી લો.
- તૈયાર થયેલી વાનગી તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
ફણગાવેલા મગની કરી સાથે મેથીના મુઠીયા has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe