લીલા વટાણા ના પરાઠા રેસીપી | મટર પરોઠા | એસિડિટી માટે વટાણા પરાઠા | Green Peas Paratha
તરલા દલાલ દ્વારા
Added to 111 cookbooks
This recipe has been viewed 3474 times
લીલા વટાણા ના પરાઠા રેસીપી | મટર પરોઠા | એસિડિટી માટે વટાણા પરાઠા | green peas paratha in gujarati | with 26 amazing images.
લીલા વટાણા ના પરાઠા એક ભારતીય મુખ્ય ભોજન છે જેને નાસ્તામાં અથવા બપોરના ભોજન અથવા રાત્રિભોજન માટે મુખ્ય કોર્સ તરીકે તાજું અને ગરમ માણી શકાય છે. મટર પરોઠા બનાવવાની રીત શીખો.
તણાવપૂર્ણ જીવનશૈલી અને અનિયમિત ખાવાની ટેવને લીધે આ દિવસોમાં દરેક વ્યક્તિ એસિડિટીની ફરિયાદ કરે છે. જો કે, યોગ્ય ખોરાક ખાવાથી એસિડિટીને દૂર રાખી શકાય છે. ભારતીય રોટી બનાવવા માટે મેદાના લોટને ટાળો અને એસિડિટી માટે વટાણાના પરાઠાની રેસીપીમાં આપણે બીજા ૨ લોટ સાથે મળીને જુવારનો લોટ અથવા બાજરીનો લોટ અથવા ઘઉંનો લોટ લેશું.
લીલા વટાણા ના પરાઠાની કણિક બનાવવા માટે- બંને લોટને મીઠા ની સાથે ચાળી લો.
- લોટ અને ઘી ભેગું કરો અને પૂરતા પાણીનો ઉપયોગ કરીને નરમ કણિક તૈયાર કરો.
- કણકને ૪ સમાન ભાગોમાં વહેંચો અને બાજુ પર રાખો.
લીલા વટાણા ના પરાઠાનું પૂરણ બનાવવા માટે- એક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં જીરું નાખો અને તેને તતડવા દો.
- લીલા મરચાં નાખો અને ૧ મિનિટ માટે રાંધી લો.
- છૂંદેલા લીલા વટાણા અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો.
- સંપૂર્ણ રીતે ઠંડુ કરો અને પૂરણને ૪ સમાન ભાગોમાં વહેંચો. એક બાજુ રાખો.
લીલા વટાણા ના પરાઠા બનાવવા માટે- કણિકના એક ભાગને ઘઉંનો લોટની મદદ થી ૭૫ મી. મી. (૩”)વ્યાસના ગોળાકારમાં વણી લો.
- પૂરણનો એક ભાગ મધ્યમાં મૂકો.
- તેની બાજુઓને વાળીને મધ્યમાં ભેગી કરી સજ્જડ રીતે બંધ કરી લો.
- ફરીથી ૧૫૦ મી. મી. (૬”)વ્યાસના ગોળાકારમાં થોડા ઘઉંના લોટની મદદથી વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર બઘા પરોઠાને ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી તેની બન્ને બાજુઓ પર ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૧ થી ૫ પ્રમાણે બાકીના ૩ લીલા વટાણા ના પરાઠા તૈયાર કરી લો.
- લીલા વટાણા ના પરાઠાને ગરમ પીરસો.
Other Related Recipes
લીલા વટાણા ના પરાઠા રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
vinalbhalerao,
March 30, 2014
Green Pea Paratha is a very delicious, healthy and filling breakfast. It can be served with pickle or curd.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe