ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠા | Oriental Style Stir-fried Vegetable Parathas
તરલા દલાલ દ્વારા
Added to 1356 cookbooks
This recipe has been viewed 5396 times
એક અનોખા પ્રકારના પરોઠા જેમાં ચાઇનીઝ પદ્ધતિનું સ્ટર-ફ્રાઇડ વેજીટેબલનું પૂરણ ભરવામાં આવ્યું છે. આ ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠાનું પૂરણ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે શાકભાજી વધારે ન રંધાઇ જાય અને તેનું કરકરુંપણું અને સ્વાદ જળવાઇ રહે.
કણિક માટે- એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, તેને સારી રીતે મિક્સ કરી, થોડા પાણી વડે બહુ કઠણ નહીં અને બહું નરમ નહીં એવી કણિક તૈયાર કરો.
- આ કણિકને ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
પૂરણ માટે- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં બધા શાક ઉમેરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં સોયા સૉસ, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- આમ તૈયાર થયેલા પૂરણના ૧૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
આગળની રીત- કણિકના ૧૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- કણિકના એક ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.
- પૂરણનો એક ભાગ તેની મધ્યમાં મૂકી તેની દરેક બાજુઓ વાળીને મધ્યમમાં ભેગી કરી સજ્જડ રીતે બંધ કરી લો.
- ફરી તેને ૧૨૫ મી. મી. (૫”)ના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી પરોઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સૂધી તેને શેકી લો.
- રીત ક્રમાંક ૨ થી ૫ પ્રમાણે બીજા ૧૧ પરોઠા તૈયાર કરી લો.
- ચીલી-ગાર્લિક સૉસ સાથે તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠા has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Payal Parikh 86,
January 22, 2013
This recipe is a total quick fix up...I make it quite often but I replace maida rotis with whole wheat rotis and they taste equally good...the stuffing is not spicy but taste nice...one can add little spice in the stuffing if you like it spicy...
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe