બદામનું દૂધ ની રેસીપી | Almond Milk, Homemade Pure Almond Milk


દ્વારા

5/5 stars  100% LIKED IT    1 REVIEW ALL GOOD

Added to 27 cookbooks   This recipe has been viewed 5473 times

ચોખ્ખું અને સ્વાદીષ્ટ બદામનું દૂધ કેમ તૈયાર કરવું તેની રીત અહીં રજૂ કરી છે. બદામના શુધ્ધ દૂધમાં પ્રોટીન અને લોહ ભરપૂર માત્રામાં હોય છે, જે પહેલવાનો માટે ફાયદાકારક હોય છે. ઉપરાંત લેકટોઝ અસહિષ્ણુતા અનુભવતા હોય તે લોકો દૂધની અવેજીમાં આ બદામનું દૂધ માણી શકે છે.

આ બદામના દૂધમાં બદામને છોલવાની કે પલાળવાની જરૂરત નથી, છતાં તમને પલાળીને બદામનું દૂધ બનાવવું હોય તો તમે અમારી બીજી વાનગી એટલે કે પલાળેલા બદામથી બનતા બદામના દૂધની વાનગી અજમાવી શકો. મધુર સ્વાદ અને વધુમાં તેમાં મેળવેલું મધ તેને અતિ સ્વાદિષ્ટ બનાવે છે.

આવું દૂધ તમે વધુ માત્રામાં બનાવી હવાબંધ પાત્રમાં ભરી ફ્રીજમાં ૩ દીવસ સુધી રાખી શકો છો. આ બદામના દૂધનો ઉપયોગ કરીને તમે આવાકાડો બદામનું દૂધ – વેગન સ્મૂથી અને પૌષ્ટિક શીંગ અને બદામના દૂધનું ઓટમીલ જેવી વાનગીઓ બનાવી, તેને નાસ્તામાં માણી શકો છો.

Add your private note

બદામનું દૂધ ની રેસીપી - Almond Milk, Homemade Pure Almond Milk recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો Time:    કુલ સમય:     ૧ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ માટે

સામગ્રી
૨૦ બદામ
૩/૪ કપ ઠંડું પાણી
વિધિ
    Method
  1. મિક્સરની જારમાં બદામ અને ઠંડું પાણી મેળવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો. અહીં અમે તમને એક વાતની ભલામણ કરીએ છે કે આ વાનગી માટે ઉચ્ચ ગુણવત્તા ધરાવતું બુલટ બ્લેન્ડર અથવા વાઇટામિક્સનો જ ઉપયોગ કરવો. જો મિક્સરની ગુણવત્તા સારી ન હશે, તો દૂધ સુંવાળું નહીં બને તથા તેમાં બદામના નાના-નાના ટુકડા રહી જશે.
  2. અમારા હીસાબે ઉંચી ક્વાલિટીવાળું મિક્સર જે ગાજર, બદામ વગેરેનું રસ કાઢવા માટે વપરાય છે, તેવા મિક્સરનો જ ઉપયોગ કરવો જેથી ઓછી તકલીફે સહેલાઇથી મિશ્રણ તૈયાર કરી શકો.
  3. ઠંડું પીરસો.


Also View These Popular Recipes

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews

બદામનું દૂધ
5
 on 17 Feb 17 04:47 PM


aa almond milk ni recipe khubaj easy che, bus thoda dhiraj ni saathe banavi pade.aa almond milk thi aapda ne protein pan male ne bache la badam na paowder thi aapde cookies pan banavi sakiya...me aa recipe try kari che tame pan try karjo...