પનીર ટીક્કા પુલાવ | Paneer Tikka Pulao
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 338 cookbooks
This recipe has been viewed 6533 times
કોઇપણ તહેવારોના દીવસો હોય ત્યારે તમે આ નવીનતાભર્યું પનીર ટીક્કા પુલાવ તમારા પ્રિયજનો માટે જરૂરથી બનાવજો. આ વાનગીમાં રસદાર પનીર અને શાકભાજીને તવા પર રાંધતા પહેલા દહીં અને મસાલાના મિશ્રણમાં મૅરિનેટ કરવામાં આવ્યા છે અને છેલ્લે તેને બાસમતી ભાત સાથે મેળવીને તમે આંગળા ચાટી જાવ એવી સ્વાદિષ્ટ વાનગી તૈયાર થાય છે.
પનીર ટીક્કા માટે- એક બાઉલમાં ઘટ્ટ દહીં, ચણાનો લોટ, આદૂની પેસ્ટ, લસણની પેસ્ટ, મરચાં પાવડર, કસૂરી મેથી, ગરમ મસાલો, કોથમીર, મીઠું અને ૧ ટેબલસ્પૂન તેલ મેળવી સારી રીતે મિક્સ કરી મૅરિનેડ તૈયાર કરો.
- તે પછી તેમાં પનીર, સિમલા મરચાં અને કાંદા મેળવી હળવેથી મિક્સ કરી ૧૦ થી ૧૫ મિનિટ સુધી મૅરિનેટ થવા બાજુ પર રાખો.
- પનીર, સિમલા મરચાં અને કાંદાને ૪ સ્ક્યુઅર સ્ટીક પર ગોઠવી લો.
- બાકી રહેલું ૧ ટેબલસ્પૂન તેલ તવા પર ગરમ કરી, પનીર ટીક્કાને તેની પર ગોઠવીને ૪ થી ૫ મિનિટ સુધી તે દરેક બાજુએથી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો. પછી તેને સ્ક્યુઅરમાંથી કાઢી બાજુ પર રાખો.
ભાત માટે- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, લવિંગ, તમાલપત્ર અને તજ મેળવી મધ્યમ તાપ થોડી સેકંડ સુધી સાંતળી લો.
- જ્યારે જીરૂ તતડવા માંડે, ત્યારે તેમાં ચોખા અને મીઠું મેળવી, મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ૩ કપ ગરમ પાણી મેળવી, પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૧૦ થી ૧૫ મિનિટ અથવા ચોખા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- હલકા હાથે કાંટા (fork)ની મદદથી ભાતના દરેક દાણા છુટા પાડી બાજુ પર રાખો.
આગળની રીત- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં પનીર ટીક્કા અને ભાત મેળવી હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ફૂદીનાની ડાળખી વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
1 review received for પનીર ટીક્કા પુલાવ
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe