લેયર્ડ કોર્ન ઍન્ડ સ્પીનેચ રાઇસ વીથ ટમેટો સૉસ | Layered Corn and Spinach Rice with Tomato Sauce
તરલા દલાલ દ્વારા
Added to 198 cookbooks
This recipe has been viewed 3251 times
આ વાનગી બનાવવા તમને જરૂરથી થોડો વધુ સમય લાગશે પણ એક વખત તે તૈયાર થઇને મોંઢામાં પાણી છુટી જાય એવી વાનગી તમારી સામે દેખાશે ત્યારે તમને તમારી મહેનત જરૂરથી લેખે લાગી એવી લાગણી ઉત્પન થશે.
તમારા કુંટુબીજનો જ્યારે તેનો દેખાવ, તેનો સ્વાદ અને તેની સુવાસને માણશે ત્યારે જરૂરથી વાહ વાહ પોકારી ઉઠશે. તાજું તૈયાર કરેલું ટમેટો સૉસ, મલાઇદાર પાલકનું મિશ્રણ અને કોર્નનું મિશ્રણ બાસમતી ચોખાને એવા સુશોભિત અને સુવાસીત બનાવે છે કે જલદીથી ખાવાની લાલચ થઇ આવશે.
તીખો સ્વાદ, મલાઇદાર ઘટ્ટ પાલકવાળા ભાતની સાથે ટમેટાના સૉસનો આનંદ અને તેની ઉપર સજાવેલું છીણેલું ચીઝ તેને ફ્કત આકર્ષક નથી બનાવતા પણ સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર પણ બનાવે છે. જો કે તૈયારી કરવામાં થોડો વધુ સમય લાગે છે પણ બનાવવામાં વધુ સમય નથી જતો એટલે જ્યારે ભાત પીરસવાના હોય તેના થોડા સમય પહેલા જ તૈયાર કરવા જેથી તેનો આનંદ અને સ્વાદ તમે બરોબર માણી શકો.
Method- ભાત બનાવવા માટે
- ૧. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં ચોખા, દૂધ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.
કોર્નના મિશ્રણ માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં લીલા મરચાં અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મકાઇના દાણા, દૂધ, તાજું ક્રીમ, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.
મલાઇદાર પાલકના મિશ્રણ માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં લીલા મરચાં અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં પાલક અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.
ટમેટાના સૉસ માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં લસણની પેસ્ટ અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટાનું પલ્પ, મરચાં પાવડર, ઑરેગાનો, સાકર, મીઠું અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.
આગળની રીત- બેકીંગ ડીશમાં પાલકનું મિશ્રણ સરખી રીતે પાથરી લો.
- તે પછી તેની પર રાંધેલા ભાત સરખી રીતે પાથરી લો.
- તે પછી તેની પર કોર્નનું મિશ્રણ સરખી રીતે પાથરી લો.
- તે પછી તેની પર ટમેટો સૉસ સરખી રીતે પાથરી લો.
- છેલ્લે તેની પર ચીઝ પાથરી ઊંચા તાપ (high) પર ૨ મિનિટ સુધી માઇક્રોવેવ કરી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
લેયર્ડ કોર્ન ઍન્ડ સ્પીનેચ રાઇસ વીથ ટમેટો સૉસ has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Leena_Dhoot,
December 09, 2010
different ingredients for a rice preparation1 packed with flavour and nutrients which makes it a winner of a dish! great recipe!
See more favourable reviews...
1 CRITICAL REVIEW
The most Helpful Critical review
Reviewed By
Foodie #518850,
August 10, 2011
It's a nutirious recipe but didnt enjoy cooking; thought the recipe photograped would be great if provided; atleast would give an idea of its appearance after being baked; another quick method of making such a rice would be sauteing onions, crushed corn, spinach,chilli, rice n finally adding milk n cream before serving.
See more critical reviews...
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe