સિઝલીંગ બ્રાઉની ની રેસીપી | Sizzling Brownies
તરલા દલાલ દ્વારા
Added to 491 cookbooks
This recipe has been viewed 5381 times
આ એક અલગ જ પ્રકારનું ડેઝર્ટ છે. અહીં અખરોટવાળી બ્રાઉનીને રમથી મેરિનેટ કરેલા ફળો તથા તાજા ક્રીમવાળા ચોકલેટ સૉસ સાથે પીરસવામાં આવ્યું છે. આ બ્રાઉનીની મજા તો વેનીલા આઇસક્રીમના એક સ્કુપ સાથે તો ઓર જ મજેદાર રહે છે. તો પછી કોની રાહ જુઓ છો, તૈયાર થઇ જાવ બનાવવા માટે.
Add your private note
સિઝલીંગ બ્રાઉની ની રેસીપી - Sizzling Brownies recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૨ માત્રા માટે
૧ કપ મેંદો
૧/૪ કપ કોકો પાવડર
૩/૪ કપ પીસેલી સાકર
૧/૨ ટીસ્પૂન ખાવાની સોડા
૧/૨ ટીસ્પૂન બેકીંગ પાવડર
૬ ટેબલસ્પૂન દહીં
૫ ટેબલસ્પૂન દૂધ
૫ ટેબલસ્પૂન પીગળાવેલું માખણ
૧/૨ કપ સમારેલા અખરોટ
૧/૨ ટીસ્પૂન વેનિલાનું એસેન્સ્
૧ ૧/૨ કપ મિક્સ ફળો (સ્ટ્રોબરી , દ્રાક્ષ , ચેરી વગેરે)
૧ ટેબલસ્પૂન રમ
૧ ટીસ્પૂન કેસ્ટર સુગર
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ (ફરજીયાત નથી)
૧/૨ ટીસ્પૂન લીંબુની છાલ
મારબલ ચોકલેટ સૉસ માટે
૧ ૧/૨ કપ ખમણેલી ડાર્ક ચોકલેટ
૧/૨ કપ તાજું ક્રીમ
બીજી જરૂરી વસ્તુઓ
૨ સ્કુપ વેનિલા આઇસક્રીમ
બ્રાઉની માટે- ઑવનને ૧૮૦˚ સે (૩૬૦˚ ફે) તાપમાન પર ગરમ કરી લો.
- એક મિક્સિંગ બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી લાકડાના ચમચા વડે મિક્સ કરી ખાત્રી કરી લો કે તેમાં ગઠોડા ન રહે.
- હવે આ મિશ્રણને ગ્રીઝ કરેલી ૨૦૦ મી. મી. X ૨૦૦ મી. મી. (૮” x ૮”)ની બેકીંગ ટ્રેમાં રેડી લો.
- આ ટ્રેને ઑવનમાં મૂકી ૨૦ થી ૨૫ મિનિટ સુધી બેક કરી લો.
- તે પછી ટ્રે બહાર કાઢી ૫૦ મી. મી. X ૫૦ મી. મી. (૨” x ૨”)ના ટુકડા પાડી બાજુ પર રાખો.
મારબલ ચોકલેટ સૉસ માટે- ૧/૨ કપ ક્રીમમાંથી ૨ ટેબલસ્પૂન ક્રીમ કાઢીને બાજુ પર રાખી બાકીનું ક્રીમ એક પૅનમાં રેડીને ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીને તાપ પરથી ઉતારી લો.
- ૨. તે પછી તેમાં ચોકલેટ મેળવી સૉસ જેવું મિશ્રણ બને ત્યાં સુધી મિક્સ કરીને બાજુ પર રાખો.
સિઝલીંગ બ્રાઉની ની રેસીપી બનાવવા માટે આગળની રીત- ૨ સીઝલરની પ્લેટને ગરમ કરી (બીજા સીઝલરની જેમ લાલચોળ ગરમ ન કરવી) તેને તેની લાકડાની ટ્રે પર મૂકો.
- હવે થોડું ચોકલેટ સૉસ ૧ સીઝલર પ્લેટ પર રેડી તેની ઉપર તાજું ક્રીમ રેડી લો.
- ટુથપીક વડે ક્રીમ અને ચોકલેટ સૉસમાં માર્બલ જેવી આકૃતિ તૈયાર કરી લો.
- પછી તેની પર બ્રાઉનીના અડધા ટુકડા મૂકી તેની ઉપર મેરિનેટ કરેલા અડધા ફળો મૂકી દો (જો બ્રાઉની ઠંડી પડી ગઇ હોય તો તેને ફરી ગરમ કરી લેવી)
- ૧ વેનિલા આઇસક્રીમના સ્કુપ અને ચોકલેટ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
- આ જ પ્રમાણે બાકી રહેલી સામગ્રી વડે વધુ સીઝલર તૈયાર કરો.
- તરત જ પીરસો.
હાથવગી સલાહ:- જો તમને રમ પસંદ હોય, તો બ્રાઉનીને સીઝલર પ્લેટ પર મૂક્તા પહેલા રમમાં બોળી પછી તેનો ઉપયોગ કરો.
Other Related Recipes
Accompaniments
સિઝલીંગ બ્રાઉની ની રેસીપી has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Queenie1.5,
January 21, 2011
This is the perfect recipe for making eggless brownies and its always a huge hit in the party whenever I make these! Just follow the exact measurement for the ingredients and ta da... you'll have restaurant style fancy dessert ready in less than an hour!
8 of 8 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe