કાંદા કારેલા નું શાક | કાંદા કારેલા ના શાક ની રેસીપી | કારેલામાં ડુંગળી મિક્સ કરીને શાક બનાવવાની રીત | કારેલા નું શાક | Onion and Karela Sabzi
તરલા દલાલ દ્વારા
Added to 111 cookbooks
This recipe has been viewed 10084 times
કાંદા કારેલા નું શાક | કાંદા કારેલા ના શાક ની રેસીપી | કારેલામાં ડુંગળી મિક્સ કરીને શાક બનાવવાની રીત | કારેલા નું શાક | Onion and Karela Sabzi in Gujarati | with 24 amazing images
મજેદાર સુગંધ ધરાવતી આ કારેલા નું શાકમાં તીવ્રતા ધરાવતા કાંદા તમને પ્રફુલિત તો કરશે, તે ઉપરાંત તેમાં મેળવેલા શેકેલા તલ અને આમચૂર પાવડરની સુવાસ પણ એટલી જ આનંદદાઇ પૂરવાર થશે.
આમ આ વસ્તુઓ વડે કારેલાની કડવાશને તમે ભૂલી જશો અને એક સૌમ્ય અને મોજ કરાવે એવી કાંદા અને કારેલા નું શાકનો સ્વાદ માણી શકશો.
આ કાંદા કારેલા નું શાક જ્યારે રોટી , દાળ અને ભાત સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.
બીજા શાકના વ્યંજન પણ અજમાવો.
કાંદા અને કારેલાનો શાક ની રેસીપી બનાવવા માટે- એક ઊંડા બાઉલમાં કારેલા અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરીને ૨૦ મિનિટ માટે બાજુ પર રાખો.
- તે પછી કારેલાને દબાવી નીચોવીને તેમાંથી બધુ પાણી કાઢી રસોડાના ટુવાલ પર સંપૂર્ણ સૂકા થવા મૂકો.
- હવે એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કારેલા મેળવી સારી રીતે મિક્સ કરી કઢાઇને ઢાંકી મધ્યમ તાપ પર ૧૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં હળદર, મરચાં પાવડર, સાકર, આમચૂર, તલ, મીઠું અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- કાંદા અને કારેલાનો શાક તરત જ પીરસો.
Other Related Recipes
કાંદા અને કારેલાનો શાક ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe