You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ફ્રેન્ચ વ્યંજન > મલ્ટીગ્રેન રોટી
મલ્ટીગ્રેન રોટી

Tarla Dalal
17 March, 2025


Table of Content
મલ્ટીગ્રેન રોટી | ૫ મિક્સ લોટની રોટલી | હેલ્ધી મલ્ટીગ્રેન ચપાતી | multigrain roti recipe in Gujarati | with 25 amazing images.
દરેક ઘરના રસોડામાં જોવા મળતી સામગ્રી વડે બનતી આ મજેદાર કૅલરીયુક્ત રોટીમાં પાંચ પૌષ્ટિક લોટનું સંયોજન છે, જે લોહ, પ્રોટિન, ફાઈબર અને વિટામીન બી3 ધરાવે છે.
નાસ્તામાં કે જમણમાં આ મલ્ટીગ્રેન રોટી, દહી સાથે તમારું જમણ સંતુષ્ટ અને પૌષ્ટિક બનાવે છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1/4 કપ જુવારનો લોટ (jowar flour)
1/4 કપ બાજરીનો લોટ (bajra flour)
1/4 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
2 ટેબલસ્પૂન ચણાનો લોટ ( besan )
1/4 કપ રાગીનો લોટ (ragi (nachni ) flour)
1/4 કપ સમારેલા કાંદા (chopped onions)
3 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
1/4 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
મીઠું (salt) , સ્વાદાનુસાર
તેલ ( oil ) , ચોપડવા અને રાંધવા માટે
પીરસવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, જરૂરી પાણી સાથે સુંવાળી કણિક તૈયાર કરો.
- આ કણિકના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- હવે એક પ્લાસ્ટિકનું શીટ લઈ તેની પર હળવેથી ૧/૨ ટીસ્પૂન જેટલું તેલ ચોપડી લો.
- હવે કણિકના એક ભાગને તેલ ચોપડેલી પ્લાસ્ટિક શીટ પર મૂકી, તેને સપાટ દબાવી તેની પર બીજી પ્લાસ્ટિક શીટ મૂકો.
- તે પછી પ્લાસ્ટિકને હળવેથી દબાવી ૧૦૦ મી. મી. (૪")ના ગોળાકારમાં રોટી વણી લો.
- તે પછી રોટીની ઉપરની પ્લાસ્ટિક શીટ કાઢી, રોટીને ગરમ તવા પર મૂકી બીજું પ્લાસ્ટિક પણ કાઢી લો.
- આમ આ રોટીને થોડા તેલ વડે તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- આ જ રીતે બાકીની કણિક વડે બીજી ૫ રોટી તૈયાર કરી લો.
- તાજા દહીં સાથે તરત જ પીરસો.