You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > ખસ્તા રોટી
ખસ્તા રોટી

Tarla Dalal
02 January, 2025


Tags
Preparation Time
10 Mins
Cooking Time
15 Mins
Total Time
25 Mins
Makes
6 રોટી માટે
સામગ્રી
Main Ingredients
3/4 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
1/4 કપ રવો (સોજી) (rava / sooji)
2 ટેબલસ્પૂન ઘી (ghee)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- એક વાસણમાં બધી વસ્તુઓ ભેગી કરી હાથની આંગળીઓ વડે મિક્સ કરો જેથી કરકરૂ મિશ્રણ બને.
- પછી તેમાં જરૂરી પાણી મેળવી બહુ નરમ નહીં બહુ કઠણ નહીં એવી કણિક તૈયાર કરો, પણ એટલું ધ્યાન રાખવું કે કણિકને બહુ ગુંદવી નહીં, આમ કરવાથી તેનું કરકરૂપણું ઓછું થઇ જશે.
- આ કણિકને ઢાંકણ વડે ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
- તે પછી કણિકના ૬ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૦૦ મી. મી. (૪”)ના ગોળાકારમાં સૂકા લોટનો ઉપયોગ કર્યા વગર વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ઉંચા તાપ પર ગરમ કરી તેની પર આ રોટી વ્યવસ્થિત રીતે મૂકો.
- જ્યારે રોટીની ઉપરની બાજુ શેકાઇ ને તેની પર નાના એવા ફોલ્લા દેખાવા માંડે, તે પછી તેને પલટાવીને તેની બીજી બાજુને થોડી સેકંડ સુધી શેકી લો.
- તે પછી રોટીને સીધા તાપ પર ફૂલાવીને બન્ને બાજુએ બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકી લો.
- આ જ પ્રમાણે બાકીની ૫ રોટી પણ તૈયાર કરી શેકી લો.
- તમારી મનપસંદ સબ્જી સાથે તરત જ પીરસો.