મેનુ

You are here: Home> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  ગુજરાતી વ્યંજન >  મેથીયા કેરી | ગુજરાતી કાચી કેરીનું અથાણું | ગુજરાતી મેથીયા કેરી નુ અથાણું |

મેથીયા કેરી | ગુજરાતી કાચી કેરીનું અથાણું | ગુજરાતી મેથીયા કેરી નુ અથાણું |

Viewed: 173559 times
User 

Tarla Dalal

 27 January, 2025

Image
5.0/5 stars   100% LIKED IT | 1 REVIEWS ALL GOOD
मेथीया कैरी रेसिपी - हिन्दी में पढ़ें (methia keri recipe | Gujarati mango pickle | raw mango pickle | methia keri nu athanu | in Hindi)

Table of Content

મેથીયા કેરી | ગુજરાતી કાચી કેરીનું અથાણું | ગુજરાતી મેથીયા કેરી નુ અથાણું | Methia Keri in gujarati | with amazing 25 images.

ઉનાળો આવે એટલે અથાણા બનાવવાનો સમય આવે! તો આ ચટાકેદાર મેથીયા કેરીનું અથાણું બનાવવાની તક ચુક્તા નહીં. તાજી કાચી કેરી અને વિશેષ અને તાજા મિક્સ મસાલા વડે બનાવેલું આ એક એવું અથાણું છે જે તમારા કોઇપણ જાતના જમણને લહેજત આપશે. પરંતુ તેને બનાવવામાં તમે ઉતાવળ નહીં કરતાં. તેને બનાવવાની દરેક પદ્ધતિ પૂર્ણ રીતે અનુસરજો અને ખાતરી કરજો કે કેરી બરોબર તડકામાં અથવા પંખા નીચે બરોબર સૂકાઈ ગઇ છે, નહીંતર અથાણું બનાવ્યાના થોડા દિવસોમાં કેરી પોચી પડી જશે અને અથાણું લાંબો સમય સુધી ટકશે પણ નહીં.


તો આ રીતે, તાજા બનાવેલા અથાણાને રેફ્રીજરેટરમાં સંગ્રહ કરવા પહેલા, રૂમ તાપમાન પર હવાબંધ બરણીમાં પૅક કરી બે દિવસ રાખો, જેથી કેરીને તેલ અને મસાલામાં બરોબર મિક્સ થવાનો સમય મળે. આ પારંપારિક પદ્ધતિથી તમારું અથાણું ચોક્કસપણે બહુ સરસ બનશે.


આ પ્રખ્યાત ગુજરાતી અથાણું કોઇપણ ભારતીય જમણ સાથે પીરસી શકાય છે અને ખાખરા, થેપલા અને પરાઠા સાથે તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

 

મેથીયા કેરી | ગુજરાતી કાચી કેરીનું અથાણું | ગુજરાતી મેથીયા કેરી નુ અથાણું | - Methia Keri, Gujarati Mango Pickle Recipe in Gujarati

Preparation Time

None Mins

Cooking Time

None Mins

Total Time

None Mins

Makes

None None

સામગ્રી

વિધિ

  1. એક બાઉલમાં કાચી કેરી, આખું મીઠું અને હળદર મેળવી સારી રીતે મિક્સ કરી ઢાંકણથી ઢાંકી ૧ કલાક માટે બાજુ પર રાખો. હવે કેરીને નીચવીને પાણી કાઢી નાંખો.
  2. હવે એક મોટી સપાટ પ્લેટ પર મલમલનું કપડું મૂકી તેની પર કેરીના ટુકડા સરખી રીતે પાથરી તેને ૧ કલાક માટે પંખા નીચે અથવા તડકામાં સૂકી કરીને બાજુ પર રાખો.
આગળની રીત
  1. એક નાના પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલને ઊંચા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા તેલની સુગંધ આવે ત્યાં સુધી ગરમ કરી લો. હવે તેને ઠંડું થવા દો.
  2. હવે એક ઊંડા બાઉલમાં બધી બાકીની સામગ્રી ભેગી કરીને સારી રીતે મિક્સ કરી લો.
  3. હવે સૂકવેલા કેરીના ટુકડા આ મિશ્રણમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
  4. હવે રાઇનું તેલ કાચી કેરીના મિશ્રણ પર રેડો અને સારી રીતે મિક્સ કરી લો.
  5. આ તૈયાર થયેલા અથાણાને હવાબંધ બરણીમાં પૅક કરી રૂમ તાપમાન પર ૨ દિવસ સુધી રાખી મૂકો અને પછી તેનો સંગ્રહ રેફ્રીજરેટરમાં કરવો.

વિગતવાર ફોટો સાથે મેથીયા કેરી | ગુજરાતી કાચી કેરીનું અથાણું | ગુજરાતી મેથીયા કેરી નુ અથાણું | ની રેસ

Your Rating*

user
Awadhesh

Jan. 9, 2025, 12:58 p.m.

Ok

user

Follow US

રેસીપી શ્રેણીઓ