You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ રેસીપી > રોટી / પૂરી / પરોઠા > હરિયાળી રોટી
હરિયાળી રોટી

Tarla Dalal
02 January, 2025
-7401.webp)

Table of Content
આ હરિયાળી રોટી એવી સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને છે કે જો તમને ભૂખ ન લાગી હોય તો પણ ખાવાની ઇચ્છા થઇ જાય. લોટ અને દૂધનું અનોખું સંયોજન આ રોટીની કણિકને રચનાત્મક બનાવે છે જ્યારે લીલી કોથમીર અને ફૂદીનો ઉમેરવાથી તે રંગીન તો બને જ છે અને સાથે સ્વાદિષ્ટ પણ બને છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1 કપ મેંદો (plain flour , maida)
1/2 કપ ચણાનો લોટ ( besan )
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
2 ટેબલસ્પૂન સમારેલા ફૂદીનાના પાન (chopped mint leaves (pudina)
1 ટેબલસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1/4 કપ દૂધ (milk)
મીઠું (salt) , સ્વાદાનુસાર
ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta) , વણવા માટે
તેલ ( oil ) , રાંધવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી હૂંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
- આ કણિકના ૮ સરખા ભાગ પાડો.
- કણિકના એક ભાગને ૧૨૫ મી. મી. (૫”) ના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
- આ વણેલા ભાગને સિગાર જેવો ગોળ આકાર બનાવી લીધા પછી તેને જલેબી જેવો ગોળ આકાર આપી હલકે હાથે દબાવી લો.
- તેને ફરી ૧૦૦ મી. મી. (૪”)ના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેમાં થોડા તેલની મદદથી આ રોટીને તેની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૩ થી ૬ પ્રમાણે બીજી ૭ રોટી પણ તૈયાર કરી લો.
- તરત જ પીરસો.