લીલા વટાણા બટેટા અને પનીર કટલેટ રેસીપી | આલૂ મટર પનીર ટિક્કી | મટર પનીર કટલેટ | લીલા વટાણા અને ચીઝ કટલેટ | Green Peas, Potato and Paneer Cutlet
તરલા દલાલ દ્વારા
Added to 193 cookbooks
This recipe has been viewed 23364 times
લીલા વટાણા બટેટા અને પનીર કટલેટ રેસીપી | આલૂ મટર પનીર ટિક્કી | મટર પનીર કટલેટ | લીલા વટાણા અને ચીઝ કટલેટ | green peas potato and paneer cutlet recipe in Gujarati | with 35 amazing images.
લીલા વટાણા બટેટા અને પનીર કટલેટ રેસીપી ખૂબ લાંબી વિગતવાળી લાગે છે પણ તેને બનાવવામાં વધુ કોઇ મુશ્કેલી નથી. આ કટલેટમાં પનીરનું મિશ્રણ, બટાટાનું મિશ્રણ અને લીલા વટાણાનું મિશ્રણ અલગ અલગ બનાવીને યોગ્ય રીતે ગોઠવીને તેને તળવામાં આવે છે.
આ આલૂ મટર પનીર ટિક્કી બનાવવામાં થોડો સમય લાગશે પણ તે જરૂર યોગ્ય પૂરવાર થશે.
લીલા વટાણાના મિશ્રણ માટે- એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લીલા મરચાં નાંખી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લીલા વટાણા, બેકીંગ સોડા, લીંબુનો રસ, સાકર અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી, વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી, રાંધી લો.
- તેને તાપ પર થી નીચે ઉતારી ઠંડું થવા બાજુ પર રાખો.
બટાટાના મિશ્રણ માટે- એક બાઉલમાં બટાટા, લીલા મરચાં, હળદર, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- એક ખુલ્લા પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં બટાટાનું મિશ્રણ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી, વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી, રાંધી લો.
- તેને તાપ પર થી નીચે ઉતારી ઠંડું થવા બાજુ પર રાખો.
પનીરના મિશ્રણ માટે- એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
આગળની રીત- એક બાઉલમાં વટાણાનું મિશ્રણ, બટાટાનું મિશ્રણ અને પનીરનું મિશ્રણ ભેગું કરી સારી રીતે મિક્સ કરી લો.
- આમ તૈયાર થયેલા મિશ્રણના ૧૨ સરખાં ભાગ પાડી દરેક ભાગની ૬૭ મી. મી. (૨ ૧/૨”) ની ગોળ કટલેટ તૈયાર કરો.
- આ કટલેટને મેંદા-પાણીના મિશ્રણમાં ડુબાડી લીધા પછી બ્રેડ ક્રમ્બસ્ માં રોલ એવી રીતે કરો કે તેની દરેક બાજુએ બ્રેડ ક્રમ્બસ્ નું આવરણ તૈયાર થઇ જાય.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એક સાથે ૨ થી ૩ કટલેટ નાંખી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લીધા પછી ટીશ્યુ પેપર પર મૂકી સૂકી કરી લો.
- ટમૅટો કૅચપ સાથે તરત જ પીરસો.
Other Related Recipes
5 reviews received for લીલા વટાણા, બટેટા અને પનીરની કટલેટ રેસીપી
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Payal Parikh 86,
February 19, 2013
These are a great combination of green peas, potatoes and paneer. they are crunchy from outside and soft from inside...worth a try !
See more favourable reviews...
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe