કોથમીર ઉપમા ની રેસીપી | ક્વિક કોથમીર ઉપમા | ઉપમા | Coriander Upma
તરલા દલાલ દ્વારા
Added to 92 cookbooks
This recipe has been viewed 5562 times
કોથમીર ઉપમા ની રેસીપી | ક્વિક કોથમીર ઉપમા | ઉપમા | coriander upma in gujarati | with 18 amazing images.
કોથમીરના લીલા રંગ વડે શોભીત આ કોથમીર ઉપમા મસ્ત સુગંઘ પણ ધરાવે છે. શેકેલા રવામાં આગલા દીવસે તૈયાર કરી રાખેલી લીલી ચટણી વડે ઝટપટ તૈયાર થતી આ વાનગી સવારના નાસ્તા માટે ઉત્તમ છે.
કોથમીર ઉપમા એક વખત જ્યારે તમે તેનો સ્વાદ માણશો ત્યારે તમે સાદા ઉપમા ખાવાનું ભુલી જશો.
કોથમીર ઉપમા માટે ટિપ્સ : ૧.અમે તમને આગલી સાંજે રવો શેકવાનું સૂચન કરીએ છીએ. ૨. જો તમે સવારે ઉતાવળમાં જતા હોવ તો આગલી સાંજે કોથમીરની ચટણી તૈયાર કરો. ૩. તમે રંગીન કોથમીર ઉપમાને ખમણેલા નાળિયેરથી સજાવી શકો છો. ૪. કોથમીરથી પણ સજાવી શકો છો. ૫. ક્વિક કોથમીર ઉપમાની રેસીપી હેલ્ધી બનાવવા માટે, રાંધતી વખતે રવા સાથે ઘણાં બાફેલા શાકભાજી જેવા કે ગાજર, ફણ્સી, ટામેટાં અને વટાણા ઉમેરો. ૬. સૂચવ્યા મુજબ રવા કોથમીર ઉપમાને કપનો આકાર આપી ગરમ પીરસો.
કોથમીર ઉપમા ની રેસીપી બનાવવા માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં મધ્યમ તાપ પર રવાને ૩ થી ૪ મિનિટ સુધી અથવા રવો હલકા બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી સતત હલાવતા રહી સૂકો શેકી લો.
- બીજા એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં અડદની દાળ અને રાઇ મેળવી લો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, કડી પત્તા અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં શેકેલો રવો અને મીઠું મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કોથમીરની ચટણી મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
- હવે તેમાં ૨ ૧/૨ કપ ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા તેમાં રહેલું પાણી શોષાઇ જાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં સાકર અને કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- તેને સહજ ઠંડું પાડી એલ્યુમિનિયમ ફોઇલમાં વીંટાળીને ટીફીન બોક્સમાં ભરી લો.
Other Related Recipes
Accompaniments
કોથમીર ઉપમા ની રેસીપી | ક્વિક કોથમીર ઉપમા | ઉપમા | has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Payal Parikh 86,
December 28, 2013
My family and I are bored of the regular upma recipe, so this coriander upma recipe was loved by all, it has a nice flavour or coriander chutney and also looks very attractive ....
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe