મેનુ

You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  સવારના નાસ્તા સેંડવીચ >  સવારના નાસ્તા >  હર્બ ચીઝ ઍન્ડ રોસ્ટેડ કૅપ્સીકમ સૅન્ડવિચ

હર્બ ચીઝ ઍન્ડ રોસ્ટેડ કૅપ્સીકમ સૅન્ડવિચ

Viewed: 7790 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
हर्ब चीज और रोस्टेड कैप्सिकम सैंडविच रेसिपी - हिन्दी में पढ़ें (Herb Cheese and Roasted Capsicum Sandwich in Hindi)

Table of Content

પનીરથી બનેલું હર્બ ચીઝ અને ખુશ્બુદાર હર્બસના મિશ્રણથી કોઇપણ નાસ્તા માટે એક ઉત્તમ પ્રકારનું સ્પ્રેડ અથવા ટોપિંગ બને છે. સલાડના પાન સાથે હર્બ ચીઝ મળીને એક ઉપેક્ષા ન કરી શકાય તેવું કૅલ્શિયમથી ભરપૂર જોડાણ બને છે. હર્બ ચીઝ ઍન્ડ રોસ્ટેડ કૅપ્સીકમ સૅન્ડવિચને અનોખી સોડમ હર્બ ચીઝમાંથી તો મળે છે જ પણ શેકેલા સીમલા મરચાં તેને વધુ ખુશ્બુદાર બનાવે છે. આ સૅન્ડવિચ ખાવાથી તમને દિવસભરની તાકાત મળી રહેશે.

Preparation Time

None Mins

Cooking Time

None Mins

Total Time

None Mins

Makes

None None

સામગ્રી

વિધિ
કેવી રીતે ટિફિનમાં પૅક કરશો
  1. અલ્યૂમિનિયમ ફોઇલમાં લપેટી ટિફિનમાં પૅક કરો.
હર્બ ચીઝ માટે
  1. એક મિક્સરમાં બધી સામગ્રી ભેગી કરી બ્લેન્ડ કરી સુંવાળી પેસ્ટ બનાવો.
  2. આ હર્બ ચીઝના મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
  3. આગળની રીત
  4. પીળા સીમલા મરચાંને કાંટા વડે કાણા પાડી, તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ સમાનરૂપે ચોપડી તેને ગેસની ઝાળમાં બધી બાજુએથી કાળું પડે ત્યાં સુધી શેકી લો.
  5. હવે તેને ઠંડું પાડી, ઠંડા પાણીથી ધોઇ નાંખો અને હવે તેના છીલકા, બી અને ડંડી કાઢીને ફેકી દો. હવે તેની પાતળી લાંબી ચીરીઓ કરી બાજુ પર રાખો.
  6. હવે લાલ અને લીલા સીમલા મરચાંને રીત ક્રમાંક ૧ અને ૨ પ્રમાણે પ્રક્રિયા કરી બાજુ પર રાખો.
  7. એક બાઉલમાં લાલ, લીલા અને પીળા સીમલા મરચાંની ચીરીઓ, મીઠું અને મિક્સ સૂકા હર્બસ્ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
  8. આ સીમલા મરચાંના મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પઇ રાખો.
  9. હવે બ્રેડની સ્લાઇસને સપાટ અને સૂકી જગ્યા પર મૂકી તેના પર હર્બ ચીઝનો એક ભાગ સમાનરૂપે પાથરી લો.
  10. હવે તેના પર સીમલા મરચાંના મિશ્રણનો એક ભાગ, એક આઇસબર્ગ સલાડનું પાન અને બ્રેડની એક સ્લાઇસ મૂકી સૅન્ડવિચ બનાવી લો.
  11. બાકીની ૩ સૅન્ડવિચ રીત ક્રમાંક ૬ અને ૭ પ્રમાણે બનાવી લો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ