હરીયાળી પનીર અને બટાટાની પૅનકેક | Hariyali Paneer Potato Pancake
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 12 cookbooks
This recipe has been viewed 4754 times
આ હરીયાળી પનીર અને બટાટાની પૅનકેક એક બહુલક્ષી અને ચડિયાતી વાનગી છે જે મહેફિલોમાં તો પીરસી શકાય એવી છેજ, સાથેજ તેના મજેદાર સ્વાદને કારણે બાળકોની પણ મનપસંદ વાનગી છે. આ બે પડ વાળી પૅનકેકમાં સ્વાદિષ્ટ પનીર અને બટાટાની પૅનકેકની ઉપર પૌષ્ટિક પાલકનું થર પાથરવામાં આવે છે. જ્યારે આ પૅનકેકની ઉપર પીઝા સૉસ પાથરીને પીરસવામાં આવે છે ત્યારે તે ખાવાનાં શોખીનોનું પ્રિય ભોજન બને છે.
પાલકના થર માટે- એક નૉન-સ્ટીક તવામાં તેલ ગરમ કરો અને તેમા કાંદા ઉમેરી તેને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- હવે તેમાં લીલા મરચાં ઉમેરો અને મધ્યમ તાપ પર વધુ થોડી સેકંડ સુધી સાંતળી લો.
- હવે તેમાં પાલક, મેથીની ભાજી અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- આ મિશ્રણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
પનીર અને બટાટાની પૅનકેક માટે- બધી સામગ્રીને એક બાઉલમાં ભેગી કરીને સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૫ સરખા ભાગ પાડી, દરેક ભાગને, તમારા બન્ને હાથની હથેળીથી દબાવીને ૫૦મી. મી. (૨”) વ્યાસના પાતળા, સપાટ અને ગોળાકાર પૅનકેક તૈયાર કરો. તૈયાર થયેલ પૅનકેકને બાજુ પર રાખો.
આગળની રીત- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી અને થોડું તેલ ચોપડી લો.
- ગરમ તવા પર, થોડા તેલની મદદથી, દરેક પનીર અને બટાટાની પૅનકેકને, બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- તૈયાર પાલકના મિશ્રણના દરેક ભાગને, તૈયાર થયેલ દરેક પનીર અને બટાટાની પૅનકેકની ઉપર પાથરી, થર બનાવી લો.
- હવે દરેક પૅનકેકની ઉપર ૧ ટેબલસ્પૂન પીઝા સૉસ અને ૧ ટીસ્પૂન પનીર પાથરી, એક નૉન-સ્ટીક તવા પર, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી શેકી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
1 review received for હરીયાળી પનીર અને બટાટાની પૅનકેક
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe