મિક્સ વેજીટેબલ પરોઠા | Mixed Vegetable Paratha ( Rotis and Subzis)
તરલા દલાલ દ્વારા
Added to 5 cookbooks
This recipe has been viewed 4839 times
આ ગુણકારી અને સ્વાદિષ્ટ પરોઠા એક મજેદાર સવારનો નાસ્તો ગણી શકાય જેને બીજી કોઇ વાનગી સાથે પીરસવાની જરૂર રહેતી નથી. તમારા ફ્રીજમાં હાજર હોય તેવા શાકભાજીનું મિશ્રણ કરી તમે આ પરોઠા તૈયાર કરી શકો છો. મસાલાનો છંટકાવ આ પરોઠાને સ્વાદિષ્ટ બનાવે છે જ્યારે કણિકમાં થોડું ઘી ઉમેરવાથી પરોઠા રાંધતી વખતે તેની ખુશ્બુમાં પણ વધારો થાય છે.
રોટી માટે- એક ઊંડા બાઉલમાં ઘઉંનો લોટ, મેંદો, દૂધ, મીઠું અને ઘી મેળવીને તેમાં જરૂરી પાણી નાંખીને બહુ કઠણ નહીં અને બહું નરમ નહીં એવી કણિક તૈયાર કરો.
- આ કણિકના ૫ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર દરેક રોટી હળવી રીતે શેકી લીધા પછી તેને બાજુ પર રાખો.
પૂરણ માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
- પછી તેમાં મિક્સ શાક અને બટાટા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં મીઠું, કોથમીર, લીલા મરચાં, મરચાં પાવડર અને ગરમ મસાલો મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી રાંધી લો.
- તેને તાપ પરથી નીચે ઉતારી થોડો સમય ઠંડું થવા દો.
- આ પૂરણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
આગળની રીત- એક અર્ધ શેકેલી રોટીને સપાટ, સૂકી જગ્યા પર મૂકી, પૂરણનો એક ભાગ રોટીના અડધા ભાગ પર પાથરી રોટીને વાળીને તેને અર્ધગોળાકાર બનાવી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી પરોઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સૂધી તેને શેકી લો.
- રીત ક્રમાંક ૧ અને ૨ પ્રમાણે બાકીના ૪ પરોઠા પણ તૈયાર કરી લો.
- તાજા દહીં સાથે ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
મિક્સ વેજીટેબલ પરોઠા has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe