You are here: Home> સોયા મટર પુલાવ રેસીપી
સોયા મટર પુલાવ રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
સોયા મટર પુલાવ રેસીપી | સોયા વટાણા પુલાવ | મટર પુલાવ | સોયા ચંક્સ પુલાવ | soya mutter pulao recipe in gujarati | with 35 amazing images.
સોયા ચંક્સમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પ્રોટીન હોય છે અને તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તે રાંધવા માટે ઝડપી છે ને સાથે માંસની સમાન પ્રોટીન ધરાવે છે. પુલાવ હંમેશા કોઈપણ ભોજનમાં આવકારદાયક ઉમેરો છે. પુલાવ ઘણીવાર એક સમયનું સંપૂર્ણ ભોજન બની શકે છે.
તેમાં સોયા ચંક્સ અને લીલા વટાણાનું રસપ્રદ સંયોજન છે, જે દેખાવ, સ્વાદ અને ટેક્સચરમાં પણ એકબીજાથી વિપરીત છે. જ્યારે ભારતીય સોયા ચંક્સ વટાણા પુલાવ મસાલાની પ્રમાણભૂત ભાત ધરાવે છે, ત્યારે તેમાં ફુદીનાનો વધારાનો ફાયદો પણ છે, જે આ શાનદાર ભોજનમાં મિન્ટી સ્વાદ ઉમેરે છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
સોયા મટર પુલાવ
1 1/2 કપ સોયા ચંક્સ
1/2 કપ લીલા વટાણા
1 1/2 કપ બાસમતી ચોખા (basmati chawal) , ૩૦ મિનિટ માટે પલાળીને પાણી કાઢી નાખો
2 ટેબલસ્પૂન તેલ ( oil )
2 તમાલપત્ર (bay leaf (tejpatta)
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1 ટેબલસ્પૂન આદુ-લસણની પેસ્ટ (ginger-garlic (adrak-lehsun) paste)
1 કપ સ્લાઇસ કરેલા કાંદા (sliced onions)
1 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1/4 કપ દહીં (curd, dahi)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/2 ટીસ્પૂન જીરા પાવડર
1/2 ટીસ્પૂન ધાણા પાવડર (coriander (dhania) powder)
1 ટેબલસ્પૂન લીંબુ (lemon)
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટેબલસ્પૂન ફૂદીનાના પાન
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- સોયા મટર પુલાવ બનાવવા માટે, સોયા ચંક્સને પૂરતા ગરમ પાણીમાં ૧૦ થી ૧૨ મિનિટ માટે પલાળી રાખો.
- સોયા ચંક્સમાંથી પાણી નિચોવીને એક બાજુ પર રાખો.
- એક ઊંડા પેનમાં તેલ ગરમ કરો અને તેમાં તજ, લવિંગ, તમાલપત્ર, એલચી અને જીરું ઉમેરો.
- જ્યારે જીરું તતડવા માંડે, ત્યારે તેમાં આદુ-લસણની પેસ્ટ અને કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો.
- તેમાં લીલાં મરચાં અને ટામેટાં નાંખીને એક મિનિટ સુધી સાંતળી લો.
- તેમાં દહીં, હળદર, લાલ મરચાંનો પાવડર, જીરું પાવડર, ધાણા પાવડર અને બિરયાની મસાલો મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તેમાં લીલા વટાણા, પલાળી નિચવેલા સોયા ચંક્સ અને ૧/૪ કપ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- પલાળેલા ચોખા, મીઠું અને ૨ ૧/૨ કપ ગરમ પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ઢાંકણથી ઢાંકીને ૧૦ થી ૧૨ મિનિટ સુધી રાંધી લો.
- ગેસ બંધ કરો, ફુદીનાના પાન અને કોથમીર ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો અને ચપટા ચમચાનો ઉપયોગ કરીને ચોખાના દરેક દાણાને હળવા હાથે અલગ કરો.
- ઢાંકણ વડે ઢાંકીને ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.
- તમારી પસંદગીના રાયતા સાથે ગરમા-ગરમ પીરસો.