You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ રેસીપી > શાક અને કરી > શાહી ગોબી
શાહી ગોબી

Tarla Dalal
02 January, 2025


Table of Content
મુઘલ પ્રજાને બધુજ શાહી ગમતું, અને આ વાનગી તેની સાબિતી છે. અહીં અર્ધ-ઉકાળેલી ફૂલકોબીને હલકા મસાલા વડે ટમેટાની ગ્રેવીમાં રાંધીને ઉપરથી તાજું ક્રીમ મેળવી આ શાહી ગોબીને એવી મજેદાર બનાવવામાં આવી છે કે જ્યારે તમે આ વાનગી પીરસશો ત્યારે તે બધાને જરૂરથી ગમશે. આ વાનગી કોઇ પણ રોટી , પરોઠા અથવા પૂરી સાથે પીરસી શકો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
2 કપ ફૂલકોબીના ફૂલ
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટેબલસ્પૂન ઘી (ghee)
1/2 કપ સ્લાઇસ કરેલા કાંદા (sliced onions)
1/2 ટીસ્પૂન સાકર (sugar)
1/2 કપ લીંબુ (lemon)
3/4 કપ જેરી લીધેલી દહીં (whisked curds, dahi)
3/4 કપ બાફેલા લીલા વટાણા
1 ટેબલસ્પૂન તાજું ક્રીમ (fresh cream)
પીસીને સુંવળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડું પાણી મેળવીને)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
2 ટીસ્પૂન આખા ધાણા (coriander seeds)
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
25 મિલીમીટર સમારેલું આદુ (chopped ginger) નો ટુકડો
25 મિલીમીટર તજ (cinnamon, dalchini) નો ટુકડો
1/2 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટેબલસ્પૂન સમારેલા કાજૂ
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
સજાવવા માટે
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- એક વાસણને પાણીથી ભરી તેમાં મીઠું અને ફૂલકોબી નાંખી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી અથવા ફૂલકોબી અડધી બફાઇ જાય ત્યાં સુધી બાફી લીધા પછી તેને નીતારીને બાજુ પર રાખો.
- એક કઢાઇમાં ઘી ગરમ કરી, તેમાં કાંદા મેળવી ઉંચા તાપ પર ૩ થી ૪ મિનિટ માટે કાંદા પારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
- પછી તેમાં એલચી, લવિંગ અને સાકર મેળવી મધ્યમ તાપ પર વધુ એક મિનિટ સુધી સાંતળી લો.
- પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટાનું પલ્પ, દહીં અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- પછી તેમાં ફૂલકોબી અને લીલા વટાણા મેળવી, સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.