You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > બાજરી અને મગની દાળની ખીચડી ની રેસીપી
બાજરી અને મગની દાળની ખીચડી ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
આ એક રાજસ્થાની પારંપારિક વાનગી છે, જેમાં પ્રોટીન, લોહતત્વ, ફોલીક એસિડ અને ફાઇબર ભરપૂર માત્રામાં છે.
આ એક નરમ મલાઇદાર ગણી શકાય એવી સૌમ્ય સ્વાદ ધરાવતી વાનગી છે, જે સગર્ભા અને જેમના પ્રથમ ત્રણ મહીના હજી ચાલુ હોય એવી સ્ત્રી માટે ઉત્તમ ગણી શકાય એવી છે. અમને ખાત્રી છે કે સગર્ભાવસ્થાના સમયના કોઇ પણ ગાળામાં તમે તેનો સ્વાદ માણી શકો એવી આ વાનગી છે.
આ ખીચડીને વધુ મજેદાર બનાવવા તમે તેમાં થોડા મસાલા ઉપરાંત ગમે તો થોડા શાક પણ ઉમેરી શકો છો. દહીં, રાઇતા કે કઢી સાથે તમે આ ખીચડી પીરસીને સંપૂર્ણ ભોજનની મજા માણી શકશો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1/2 કપ બાજરી (whole bajra ) , ૮ કલાક પલાળી રાખ્યા બાદ નીતારેલી
1/2 કપ પીળી મગની દાળ (yellow moong dal) , ધોઇને નીતારી લીધેલી
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટીસ્પૂન ઘી (ghee)
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
સજાવવા માટે
વિધિ
- પ્રેશર કુકરના વાસણમાં બાજરી, મગની દાળ, મીઠું અને ૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૪ સીટી સુધી રાંધી લો.
- કુકરનું ઢાંકાણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. તે પછી ખીચડીને બાજું પર રાખો.
- વધાર કરવા માટે, એક નાના નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂં નાંખો.
- જ્યારે દાણા તતડવા માટે, ત્યારે તેમાં હીંગ અને હળદર મેળવી થોડી સેકંડ સુધી સાંતળી લો.
- આમ તૈયાર થયેલા વધારને ખીચડી પર રેડી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તરત જ પીરસો.