You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ચિલા, પેનકેક સવારના નાસ્તા > સવારના નાસ્તા > રવાના પૅનકેક
રવાના પૅનકેક

Tarla Dalal
02 January, 2025
-4934.webp)

Table of Content
બહુ સાદા અને જલ્દી તૈયાર થતા આ પૅનકેકમાં તમને ફક્ત રવાને ૩૦ મિનિટ સુધી પલાળી રાખવાનું છે, બાકી કોઇ માથાકૂટ વગર પૅનકેક તૈયાર થાય છે. અહીં મેં તેમાં કોબી અને ગાજર જેવા શાક ઉમેર્યા છે. તમને જોઇએ તો તમે તમારાં મનગમતા શાક તેમાં ઉમેરી શકો છો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1 1/4 કપ રવો (સોજી) (rava / sooji)
3/4 કપ દહીં (curd, dahi)
1/2 કપ સમારેલી કોબી (chopped cabbage)
1/2 કપ ખમણેલું ગાજર
1/4 કપ સમારેલી કોથમીર (chopped coriander)
1 ટેબલસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ (fruit salt)
4 ટીસ્પૂન તેલ ( oil )
પીરસવા માટે
વિધિ
- એક બાઉલમાં રવો, દહીં અને ૧ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી તેને ૩૦ મિનિટ સુધી પલળવા માટે બાજુ પર રાખો.
- તે પછી તેમાં કોબી, ગાજર, કોથમીર, લીલા મરચાં અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- જ્યારે પૅનકેક તૈયાર કરવા હોય તેના થોડા સમય પહેલા, ખીરામાં ફ્રુટ સૉલ્ટ અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી લો.
- જ્યારે ખીરામાં પરપોટા થવા માંડે, ત્યારે તેને હળવેથી મિક્સ કરી લો.
- પછી તેમાં ૨ ટેબલસ્પૂન તેલ મેળવી ફરી હળવેથી મિક્સ કરી લો.
- પછી એક નૉન-સ્ટીક મીની ઉત્તપા તવા પર થોડું તેલ ચોપડી લો.
- પછી દરેક ઉત્તપાના મોલ્ડમાં ૧ ૧/૨ ટેબલસ્પૂન જેટલું ખીરૂ રેડી તેની વ્યવસ્થિત રીતે પાથરી લો.
- થોડા તેલની મદદથી, તેની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે રાંધી લો.
- રીત ૭ અને ૮ પ્રમાણે બાકીના મીની પૅનકેક પણ તૈયાર કરીલો.
- નાળિયેરની ચટણી સાથે તરત જ પીરસો.