You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > પનીર મખ્ખની
પનીર મખ્ખની

Tarla Dalal
02 January, 2025


Table of Content
પંછાબી હોટલમાં ખાવાવાળાની આ એક ખાસ મનપસંદ વાનગી છે. પનીર મખ્ખની નામ જ જણાવે છે કે પંજાબની આ વાનગી સ્વાદથી ભરપુર છે અને તેની ખાસિયત છે પંજાબીઓની સૌથી મનપસંદ સામગ્રી – માખણ. પારંપારીક પંજાબી ઘરમાં મહિલાઓ મલાઇદાર દૂધ વડે સફેદ માખણ બનાવતી હોય છે. માખણ બનાવ્યા પછી બાકી રહેલું પ્રવાહી પણ એટલું જ સ્વાદીષ્ટ અને ઠંડકદાઇ હોય છે. અહીં નરમ પનીરના ટુકડા ટમેટાની ગ્રેવીમાં મેળવવામાં આવ્યા છે, જે પનીરના ચાહકોને જરૂર અજમાવા જેવી આ વાનગી છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
ગ્રેવી માટે
2 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1 કપ સ્લાઇસ કરેલા કાંદા (sliced onions)
1/2 કપ કાજૂ
4 સૂકું કશ્મીરી લાલ મરચું (whole dry kashmiri red chillies) , ટુકડા કરેલા
બીજી જરૂરી વસ્તુઓ
3 ટેબલસ્પૂન માખણ (butter, makhan)
2 ટીસ્પૂન લસણની પેસ્ટ (garlic paste)
25 મિલીમીટર તજ (cinnamon, dalchini) ટુકડો
2 તમાલપત્ર (bay leaf (tejpatta)
null None
2 ટીસ્પૂન ગરમ મસાલો (garam masala)
1/2 કપ ટમેટાની પ્યુરી
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/4 કપ જેરી લીધેલી દહીં (whisked curds, dahi)
1 ટીસ્પૂન સાકર (sugar)
4 ટેબલસ્પૂન તાજું ક્રીમ (fresh cream)
null None
સજાવવા માટે
2 ટેબલસ્પૂન તાજું ક્રીમ (fresh cream)
વિધિ
- એક ઊંડી કઢાઇમાં માખણ ગરમ કરી, તેમાં લસણની પેસ્ટ મેળવીને મધ્યમ તાપ પર થોડી સેકંડ સાંતળી લો.
- તે પછી તેમાં તજ, લવિંગ, એલચી અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર થોડી વધુ સેકંડ સાંતળી લો.
- તે પછી તેમાં કસૂરી મેથી, ગરમ મસાલો, ટૉમેટો પ્યુરી, તૈયાર કરેલી ગ્રેવી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં દહીં મેળવી બરોબર મિક્સ કરી ૧ મિનિટ સુધી રાંધી લો.
- અંતમાં તેમાં સાકર, ૧/૪ કપ પાણી, પનીર અને ફ્રેશ ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી રાંધી લો.
- ફ્રેશ ક્રીમ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
- એક ઊંડી કઢાઇમાં ૧ ૧/૨ કપ પાણી સાથે બધી વસ્તુઓ મેળવી ને ઉંચા તાપ પર ૧૦ થી ૧૫ મિનિટ સુધી અથવા ટમેટા બરોબર બફાઇને નરમ થાય ત્યાં સુધી તેને વચ્ચે હલાવતા રહી, બાફી લો.
- તેને ઠંડું પાડ્યા પછી મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ બનાવી બાજુ પર રાખો.