You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ રેસીપી > ભાત ની રેસીપી | ચોખાની વાનગીઓ > ગાજર અને મગની દાળનો પુલાવ
ગાજર અને મગની દાળનો પુલાવ

Tarla Dalal
02 January, 2025


Table of Content
વહેલી સવારમાં જ્યારે બહુ ઉતાવળ હોય પણ તમને કોઇ સ્વાદિષ્ટ વાનગી બનાવીને ઓફીસમાં લઇ જવાની ઇચ્છા હોય અથવા રાત્રે જ્યારે તમે થાકી ગયા હો પણ તમારા પ્રિયજનો માટે એક પૌષ્ટિક જમણ ઝટપટ બનાવવું હોય, તેવા સમયે આ વાનગી ખૂબજ યોગ્ય ગણી શકાય. તેમાં ઉમેરવામાં આવેલા ગાજર અને લીલી મગની દાળ તેને રંગીન અને પૌષ્ટિક બનાવે છે, જ્યારે વિવિઘ મસાલા તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે અને આ ઝટપટ અને સહેલાઇથી બનતો ગાજર અને મગની દાળનો પુલાવ એક સંપૂર્ણ આહાર પણ બને છે. તમારી પાસે સમય હાય ત્યારે તમે આ પુલાવને કોઇપણ ટમેટાવાળી ગ્રેવીની ભાજી સાથે પીરસો અથવા ઉતાવળમાં હો ત્યારે પ્રેમથી દહીં સાથે પીરસો.
ગાજર અને મગની દાળનો પુલાવ - Carrot and Moong Dal Pulao recipe in Gujarati
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1 કપ સમારેલા ગાજર (chopped carrot)
2 ટેબલસ્પૂન લીલી મગની દાળ (green moong dal) , ધોઇને નીતારી લીધેલી
1 કપ ચોખા (chawal) , ધોઇને નીતારી લીધેલા
1 ટેબલસ્પૂન તેલ ( oil )
25 મિલીમીટર તજ (cinnamon, dalchini) નો ટુકડો
1 તમાલપત્ર (bay leaf (tejpatta)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
1 1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
મીઠું (salt) , સ્વાદાનુસાર
પીરસવા માટે
વિધિ
- એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી, તેમાં લવિંગ, તજ અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કાંદા અને મરચાં પાવડર મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- છેલ્લે તેમાં ગાજર, ચોખા, મગની દાળ, મીઠું અને ૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
- તાજા દહીં સાથે ગરમ ગરમ પીરસો.