You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સવારના નાસ્તા > રાગીનો ઉપમા ની રેસીપી
રાગીનો ઉપમા ની રેસીપી

Tarla Dalal
02 January, 2025
-14680.webp)

Table of Content
રાગી નો ઉપમા | ઉપમા રેસીપી | હેલ્ધી ઉપમા રેસીપી | સવાર ના નાસ્તા માટે રાગી રવા ઉપમા રેસીપી | ragi rava upma in Gujarati | with 20 amazing images.
નાસ્તાની વાનગીમાં પૌષ્ટિક તથા ઝટપટ તૈયાર થાય એવી વાનગીમાં રાગીનો ઉપમા એક એવી વાનગી છે જેમાં ફાઇબર અને લોહતત્વ હોવાથી તે એક અતિ પૌષ્ટિક ડીશ ગણી શકાય.
જો કે આ રાગીનો ઉપમા દેખાવમાં બહુ આકર્ષક નથી, પણ પૌષ્ટિકતામાં અતિ ઉચ્ચ હોવાથી એક વખત તો જરૂરથી બનાવીને અજમાવી શકાય એવી વાનગી છે. અહીં યાદ રાખવું કે ઉપમા તૈયાર થઇ જાય કે તરત જ પીરસવું, નહીં તો તે પાછળથી લોંદા જેવું બની જશે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
રાગીનો ઉપમા ની રેસીપી બનાવવા માટે
1 કપ રાગીનો લોટ (ragi (nachni ) flour)
1/2 કપ રવો (સોજી) (rava / sooji)
2 ટીસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
2 to 3 કડી પત્તો (curry leaves)
2 1/2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/4 કપ સમારેલા કાંદા (chopped onions)
1/2 કપ સમારેલા ગાજર (chopped carrot)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- રાગીનો ઉપમા બનાવવા માટે, એક પહોળી નૉન-સ્ટીક કઢાઇમાં રાગીનો લોટ અને રવો મેળવી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી અથવા તે હલકા લાલશ પડતા રંગનું થાય ત્યાં સુધી સતત હલાવતા રહી શેકી લીધા પછી બાજુ પર રાખો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં તેમાં હીંગ, કડી પત્તા, લીલા મરચાં અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ગાજર મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં શેકેલા રાગી-રવાનો લોટ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- હવે તેમાં ૪ કપ ગરમ પાણી મેળવી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા તેમાં રહેલું પાણી શોષાઇ જાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરીને ૨ થી ૩ મિનિટ માટે ઢાંકીને બાજુ પર રાખો.
- રાગીનો ઉપમા ગરમ-ગરમ પીરસો.