ટમેટા અને મેથીવાળા ભાત રેસીપી | હેલ્ધી ટામેટા મેથી પુલાવ | ટામેટા મેથી બ્રાઉન રાઈસ | ટોમેટો મેથી રાઇસ | Tomato Methi Rice, Healthy Tomato Methi Pulao
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 307 cookbooks
This recipe has been viewed 9932 times
ટમેટા અને મેથીવાળા ભાત રેસીપી | હેલ્ધી ટામેટા મેથી પુલાવ | ટામેટા મેથી બ્રાઉન રાઈસ | ટોમેટો મેથી રાઇસ | tomato methi rice in Gujarati | with 36 amazing images.
લોહથી ભરપૂર મેથી અને વિટામીન-સી સમૃદ્ધ ટમેટા લોહના શોષણમાં મદદ કરે છે. આ હેલ્ધી ટામેટા મેથી પુલાવમાં ફાઈબરની માત્રા વધારવા માટે, પોલિશ્ડ સફેદ ભાતની બદલીમાં અનપોલિશ્ડ બ્રાઉન ભાતનો પ્રયોગ કરવો, જે વજન પર નજર રાખનાર, મધુમેહ અને વધુ કોલેસ્ટ્રોલ ધરાવનાર માટે ફાયદાકારક ગણાય છે.
Method- એક ઊંડા નૉન-સ્ટીક પૅનને ગરમ કરી તેમાં તમાલપત્ર, લવિંગ, તજ અને એલચી મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લીલા મરચાં અને કાંદાની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર વધુ એક મિનિટ સુધી અથવા કાંદાની પેસ્ટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળી લો. જો કાંદા દાઝવા માંડે તો તેના પર થોડું પાણી છાંટી લેવું.
- તે પછી તેમાં લસણની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ અથવા ટમેટા બરોબર રંધાઈ જાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં ધાણા-જીરા પાવડર, હળદર, મરચાં પાવડર અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી રાંધી લો.
- તે પછી તેમાં સમારેલી મેથી મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૩ થી ૪ મિનિટ સુધી અથવા મેથી બરોબર રંધાઈ જાય ત્યાં સુધી રાંધી લો.
- છેલ્લે તેમાં ભાત અને મીઠું મેળવી હળવેથી મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો.
- દહીં સાથે ગરમ ગરમ પીરસો અથવા તમને ગમતા કોઈ પણ રાઈતા સાથે પીરસો.
હાથવગી સલાહઃ- ૩ કપ રાંધેલા બ્રાઉન ભાત બનાવવા માટે જરૂરી પાણી સાથે મીઠું, ૧ ટીસ્પૂન તેલ અને ૧ કપ પલાળીને નીતારેલા બ્રાઉન ચોખાને એક ઊંડા નૉન-સ્ટિક પૅનમાં ઉમેરીને ૮૫% રાંધીને પૂરા નીતારી લેવા, અને જ્યારે જરૂર પડે ત્યારે વાપરવા.
Other Related Recipes
Accompaniments
1 review received for ટમેટા અને મેથીવાળા ભાત રેસીપી
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Mruga D,
December 18, 2012
This recipe is really very useful...as it helps me to improve my hemoglobin levels....and its really tasty..
See more favourable reviews...
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe