You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ રેસીપી > ભાત ની રેસીપી | ચોખાની વાનગીઓ > જવ અને મગની દાળની ખીચડી ની રેસીપી
જવ અને મગની દાળની ખીચડી ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
જવ અને મગની દાળની ખીચડી ની રેસીપી | હેલ્ધી ખીચડી | મગની દાળની ખીચડી | barley and moong dal khichdi in Gujarati | with 28 amazing images.
ધમાલીયા જીવનમાં આ ખીચડી શારીરિક અને માનસિક સુખ આપે એવી છે. ઘરના જમણમાં ખીચડી સંતોષ આપે એવી વાનગી છે. અહીં અમે ખીચડીને નવા સ્વરૂપે બનાવવાની રીત રજૂ કરી છે, જેમાં ફાઇબરયુક્ત જવનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ચોખાના બદલે જવની સાથે મગની દાળ અને માફક આવે એવા સૌમ્ય મસાલા વડે બનતી આ ખીચડી તમને લાંબો સમય સુધી સંતોષ આપે એવી તૈયાર થાય છે કારણકે તે ફાઈગર ધરાવે છે.
જવ શરીરમાં કોલેસ્ટ્રોલને દાબમાં રાખી વજનને પણ દાબમાં રાખવામાં મદદરૂપ થાય છે અને તેથી અમે તેમાં ઘીના બદલે હ્રદયને માફક આવે એવા જેતૂનના તેલનો ઉપયોગ કર્યો છે. બનાવવામાં અતિ સરળ એવી આ જવ અને મગની દાળની ખીચડી દહીં સાથે તમે જો એક બાઉલ જેટલી ખાશો તો સંપૂર્ણ ભોજનનો અહેસાસ મળશે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
જવ અને મગની દાળની ખીચડી ની રેસીપી બનાવવા માટે
1/2 કપ જવ , ૩૦ મિનિટ પલાળીને નિતારી લીધેલા
1 કપ પીળી મગની દાળ (yellow moong dal)
2 ટીસ્પૂન જેતૂનનું તેલ (olive oil)
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1/4 ટીસ્પૂન હીંગ (asafoetida, hing)
1/4 ટેબલસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
મીઠું (salt) , સ્વાદાનુસાર
જવ અને મગની દાળની ખીચડી ની સાથે પીરસવા માટે
વિધિ
- જવ અને મગની દાળની ખીચડી ની રેસીપી બનાવવા માટે, એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને હળદર મેળવી ૧૦ સેકંડ સુધી મધ્ય તાપ પર સાંતળી લો.
- તેમાં લીલા મરચાં મેળવીને મધ્યમ તાપ પર થોડી સેકંડ સાંતળી લો.
- તેમાં જવ, પીળી મગની દાળ, મીઠું અને ૪ કપ પાણી મેળવીને મિક્સ કરી લો અને પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણું ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
- લો ફૅટ દહીં સાથે તરત જ પીરસો.