You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દાલ ખીચડી
દાલ ખીચડી

Tarla Dalal
02 January, 2025


Table of Content
દાલ ખીચડી રેસીપી | ખીચડી રેસીપી | સ્વાદિષ્ટ દાલ ખીચડી બનાવવાની રીત | dal khichdi recipe in Gujarati | with 31 amazing images.
આ એક એવી દાલ ખીચડી રેસીપી છે જેમાં ખૂબ બધી સામગ્રીનો ઉપયોગ કરવા છતાં તે બનાવવામાં અતિશય સહેલી છે અને સાથે ખૂબ જ આરોગ્યદાયક તથા સ્વાદિષ્ટ જમણમાં તેની ગણત્રી કરી શકાય એવી છે.
આ દાલ ખીચડીમાં તુવરની દાળ અને ચોખા સાથે ફક્ત આખા મસાલાનો જ નહીં, પણ સાથે કાંદા, લસણ અને ટમેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી આ ખીચડીમાં નામની ખટ્ટાશ આવી રહે છે. જ્યારે તમારી પાસે કઢી બનાવવાનો સમય ન હોય ત્યારે તમે તેને દહીં અને પાપડ સાથે પીરસી શકો છો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1 કપ તુવેરની દાળ (toovar dal, arhar) , ધોઇને નીતારી લીધેલી
1 કપ ચોખા (chawal) , ધોઇને નીતારી લીધેલા
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1/2 ટીસ્પૂન હીંગ (asafoetida, hing)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટેબલસ્પૂન ઘી (ghee)
25 મિલીમીટર તજ (cinnamon, dalchini)
6 to 8 કાળી મરી (black peppercorns (kalimirch)
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
2 ચીરી પાડેલું લીલું મરચું (slit green chillies)
6 to 8 કડી પત્તો (curry leaves)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
2 ટેબલસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1/2 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1 ટેબલસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
વિધિ
- એક પ્રેશર કુકરમાં તુવરની દાળ, ચોખા, હળદર, ૧/૪ ટીસ્પૂન હીંગ, મીઠું અને ૫ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને બાજુ પર રાખો.
- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી, તેમાં લવિંગ, તજ, કાળા મરી, લાલ મરચાં અને જીરૂ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- પછી તેમાં બાકી રહેલી ૧/૪ ટીસ્પૂન હીંગ, લીલા મરચાં, કડી પત્તા, કાંદા અને લસણ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા, થોડું મીઠું અને મરચાં પાવડર મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
- પછી તેમાં રાંધેલા ભાત-દાળનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તરત જ પીરસો.