ઢોકળાની સબ્જી | Dhokla Subzi
તરલા દલાલ દ્વારા
Added to 28 cookbooks
This recipe has been viewed 8611 times
આ ઢોકળાની સબ્જી રોટી સાથે ખૂબ જ મેળ કરે એવી છે પણ તેને તમે એમ જ પણ પીરસી શકો કારણકે તેમાં તૂરીયા અને મીઠી મકાઇના દાણા એક સરસ મજાની ગ્રેવીમાં ઉમેરવામાં આવ્યા છે અને ઉપરથી પ્રોટીનયુક્ત ઢોકળા મેળવવામાં આવ્યા છે.
ઢોકળા માટે- લીલી મગની દાળને નીતારીને તેમાં લીલા મરચાં અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
- આ મિશ્રણને એક બાઉલમાં કાઢી, તેમાં મીઠું અને હીંગ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- તેને બાફવા મૂક્તા પહેલા, તેમાં ફ્રૂટ સોલ્ટ અને ૧ ટીસ્પૂન પાણી મેળવો.
- જ્યારે તેમાં પરપોટા થતા દેખાય, ત્યારે તેને હળવેથી મિક્સ કરી લો.
- એક ૧૦૦ મી. મી. (૬”)ની થાળીમાં થોડું તેલ ચોપડી તેમાં તૈયાર કરેલું ખીરૂ રેડી લો.
- પછી તેને ૭ મિનિટ સુધી બાફી લો.
- તે પછી તેને બહાર કાઢી થોડા ઠંડા થવા દો, તે પછી તેના સરખા ચોરસ ટુકડા કરી બાજુ પર રાખો.
આગળની રીત- એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ નાંખો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને ૩/૪ કપ પાણી મેળવી એક ઉભરો આવવા દો.
- પછી તેમાં તૂરીયા, ખાવાનો સોડા, મીઠું અને મકાઇના દાણા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં પેસ્ટ અને મસાલો મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- પીરસતા પહેલા, તેમાં ઠોકળાના ટુકડા મેળવી, હળવા હાથે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
ઢોકળાની સબ્જી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe