You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > રાંધયા વગરની ભારતીય રેસીપી > રાંધયા વગરની નાસ્તા ની રેસિપિ > દહીં સાથે અળસી અને મધ
દહીં સાથે અળસી અને મધ

Tarla Dalal
02 January, 2025

Table of Content
About Flax Seeds With Curd And Honey, Good For Weight Loss And Fitness
|
Ingredients
|
Methods
|
Nutrient values
|
દહીં અને મધ સાથે ફ્લેક્સ સીડ્સ રેસીપી | દહીં સાથે અળસી અને મધ | અળસી ખાવાની શ્રેષ્ઠ રીત | flax seeds with curd and honey in Gujarati | with 13 amazing images.
ઘણા લોકોને અળસીના ફાયદાની માહિતી હોય છે, પણ આપણા ખોરાકમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ નથી હોતી. આ અદભૂત બી માં ઓમેગા-૩ ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે જે આપણા શરીરના કોષોને સ્થિર કરી શરીરમાં થતી દાહ, બળતરા ઓછી કરે છે.
વધુમાં અળસીમાં સોલ્યૂબલ ફાઇબર હોય છે જે ખોરાકમાં ભળીને શરીરમાં તેને પચાવવાની અનુકૂળ પરિસ્થિતિ બનાવે છે. અહીં, અમે આ બી નો સહજ રીતે ઉપયોગ કરી દહીં તથા મધમાં મેળવ્યા છે. તમને આ વિશિષ્ટ સ્વાદ સાથે દહીંમાં રહેલા કુદરતી બળો જેવા કે સારી ચરબી, પ્રોટીન, કૅલ્શિયમ અને વિટામીન-ડી પણ મળી રહે છે, દહીંનો બીજો એક સારો ગુણ છે કે તે શરીરમાં ખોરાકને પચવામાં મદદરૂપ પણ થાય છે. મધ આ મિશ્રણને સૌમ્ય અને મીઠી સુગંધ આપે છે, તો જલદીથી તમે આ વ્યંજન તૈયાર કરી આનંદ માણો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1/2 ટેબલસ્પૂન અળસીનો પાવડર
1 કપ લો ફૅટ દહીં (low fat curds)
2 ટીસ્પૂન મધ ( Honey )
વિધિ
- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
- તરત જ પીરસો.