ફૂલકોબીના પાન અને મિક્સ કઠોળની ટીક્કી ની રેસીપી | Cauliflower Greens Mixed Sprouts Tikki
તરલા દલાલ દ્વારા
Added to 15 cookbooks
This recipe has been viewed 3504 times
ફૂલકોબીના લીલા પાનનો ઉપયોગ વાનગીમાં કરવાથી શરીરમાં હેમોગ્લોબીનનું પ્રમાણ વધે છે. સામાન્ય રીતે લોકો તેનો ઉપયોગ નથી કરતા પણ યાદ રહે કે તેમાં લોહતત્વનું સારૂ પ્રમાણ રહેલું છે અને તે જે વાનગીમાં મેળવવામાં આવે તેને સ્વાદિષ્ટ બનાવે છે જેનો અનુભવ તમને આ ફૂલકોબીના પાન અને મિક્સ કઠોળની ટીક્કીમાં થઇ જશે.
બનાવવામાં બહુ સરળ અને સ્વાદિષ્ટ આ ટીક્કીમાં મિક્સ કઠોળ ઉમેરવાથી લોહ, પ્રોટીન અને કેલ્શિયમ મળી રહે છે અને સાથે તે ટીક્કીને બાંધવામાં મદદરૂપ પણ થાય છે.
અહીં યાદ રાખવાનું છે કે મિક્સ કઠોળને બાફી લીધા પછી તેનું સંપૂર્ણ પાણી કાઢી લેવું નહીં તો ટીક્કી બરોબર બંધાશે નહીં.
Method- ફૂલકોબીના પાન અને મિક્સ કઠોળની ટીક્કી ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, હાં વડે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૧૦ સરખા ભાગ પાડી લો.
- દરેક ભાગને રોલ કરી ૫૦ મી. મી. (૨")ના વ્યાસના ગોળાકાર વાળી ચપટી ટીક્કી બનાવી લો.
- હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર ૧ ટીસ્પૂન તેલ ચોપડી લીધા પછી તેની પર બધી ટીક્કીઓ ગોઠવીને ૧ ટીસ્પૂન તેલ વડે ટીક્કી બન્ને બાજુએની ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી ને.
- લીલી ચટણી સાથે તરત જ પીરસો.
Other Related Recipes
ફૂલકોબીના પાન અને મિક્સ કઠોળની ટીક્કી ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe