મેનુ

You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  ભારતીય સૂપ રેસીપી, વેજ સૂપ >  ક્રીમી સૂપ >  મુલ્લીગટવાની સૂપ

મુલ્લીગટવાની સૂપ

Viewed: 7257 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
मल्टीगटवैनी सूप - हिन्दी में पढ़ें (Mulligatawny Soup, Mulligatawany Soup in Hindi)

Table of Content

એક સંપૂર્ણ ભારતીય સૂપ ગણી શકાય એવું આ સૂપ ભારતમાં જ્યારે અંગ્રેજોનું રાજ હતું ત્યારે બ્રિટીશ ઓફીસરોનું અતિ પ્રિય ગણાતું. આ મુલ્લીગટવાની સૂપમાં ઘણી બધી વસ્તુઓ જેવી કે નાળિયેરનું દૂધ, કાંદા, ગાજર, ટમેટા, રાંધેલા ચોખા અને દાળ વગેરે તથા ખૂબ ઝીણવટથી તૈયાર કરેલા મસાલા સાથે આદૂ, લસણ અને લીંબુનો રસ મેળવવામાં આવ્યું છે જેની મજા તમે ખાસ જમણવારમાં કે પછી રાત્રીનાં જમણમાં લઇ શકો છો.

Preparation Time

None Mins

Cooking Time

None Mins

Total Time

None Mins

Makes

None None

સામગ્રી

વિધિ
મસાલા પાવડર માટે
  1. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં બધી વસ્તુઓ ભેગી કરી મધ્યમ તાપ પર તેને ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી શેકી લો.
  2. તેને સહેજ ઠંડું પાડ્યા પછી મિક્સરમાં ફેરવી સુંવાળું પાવડર તૈયાર કરી બાજુ પર રાખો.
સૂપ માટે
  1. એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા, ગાજર, આદૂ અને લસણ મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં મસૂરની દાળ, ટમેટા, મસાલા પાવડર, હળદર અને ૩ ૧/૪ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
  3. પ્રેશર કુકરને ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
  4. તે પછી આ સૂપને મિક્સરમાં ફેરવી સુંવાળીં પ્યુરી બનાવી લીધા પછી તેને ગરણીથી ગાળી લો.
  5. આમ તૈયાર થયેલી પ્યુરીને એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં રેડી તેમાં નાળિયેરનું દૂધ, રાંધેલા ચોખા, લીંબુનો રસ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  6. ગરમ ગરમ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ