શક્કરિયાની ખીચડી, ફરાળી વાનગી | Sweet Potato Khichdi, Shakarkand Vrat Khichdi
તરલા દલાલ દ્વારા
Added to 17 cookbooks
This recipe has been viewed 6994 times
ઉપવાસના દીવસોમાં આપણે હમેશાં એવી વાનગી બનાવવાની ઇચ્છા કરતાં હોઇએ કે જે સાદી, પૌષ્ટિક અને ઉપવાસની રીત-રસમને અનુકુળ હોય. તો, અહીં હાજર છે તમારા માટે શક્કરિયાની ખીચડી જે ઉપવાસમાં બહુ જ આદર્શ વાનગી ગણી શકાય.
આ સાદી પણ સ્વાદિષ્ટ ખીચડીમાં ખમણેલા બટાટા અને શક્કરિયાને દરરોજમાં વપરાતા સ્વાદિષ્ટ મસાલનો વઘાર તૈયાર કરી તેમાં લીલા મરચાં અને લીંબુનો રસ મેળવવામાં આવ્યો છે.
અહીં અમે તેમાં અર્ધ-કચરા મગફળીનો ભુક્કો મેળવ્યો છે જેથી વાનગીમાં ખુશ્બુ આવે છે. આ ખીચડી બનાવતી વખતે બે વાતની ધ્યાન રાખવી જરૂરી છે કે જ્યારે બટાટા અને શક્કરિયા છીણી લીધા પછી તરત જ પાણીમાં મૂકવા જેથી તે કાળા ન થાય.
બીજું, જ્યારે તેનો ઉપયોગ કરવો હોય ત્યારે તેને દબાવીને બધુ પાણી કાઢી લેવું અને જ્યારે ખીચડી બનતી હોય ત્યારે તેને સતત હલાવતા રહેવું જેથી બટાટા પૅનમાં ચીટકી ન જાય.
ઉપવાસના બીજા વ્યંજન પણ અજમાવો જેમ સાબુદાણા વડા અને ફરાળી ઢોસા.
Method- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ અને કડીપત્તા મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં શક્કરિયા અને બટાટા મેળવી, સારી રીતે મિક્સ કરી પૅનને ઢાંકીને મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા બટાટા બરોબર બફાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- અંતમાં તેમાં લીલા મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, કોથમીર, મગફળી, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ-ગરમ પીરસો.
Other Related Recipes
શક્કરિયાની ખીચડી, ફરાળી વાનગી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe