ટોમેટો બેસન પુડલા રેસીપી | ટોમેટો ઓમલેટ | ટામેટાના પુડા બનાવવાની રીત | ચણાના લોટ ના પુડલા | Tomato Omelette Recipe
તરલા દલાલ દ્વારા
Added to 15 cookbooks
This recipe has been viewed 3312 times
ટોમેટો બેસન પુડલા રેસીપી | ટોમેટો ઓમલેટ | ટામેટાના પુડા બનાવવાની રીત | ચણાના લોટ ના પુડલા | tomato omelette in gujarati | with 16 amazing images.
મસાલાના આકર્ષક સ્પર્શ સાથે બેસન અને સમારેલા ટામેટાંનું મિશ્રણ તમને સ્વાદિષ્ટ ટોમેટો બેસન પુડલા આપે છે. અમે આ શાકાહારી ટોમેટો ઓમલેટને સુપર હેલ્ધી બનાવ્યું છે કારણ કે તે મુખ્યત્વે બેસન, ટામેટાં અને કાદાંના મિશ્રણથી બને છે. આ એક ઝડપી અને સરળ શાકાહારી ટામેટાના પુડા બનાવવાની રીત છે, જે સાંજના નાસ્તા તરીકે લઈ શકાય છે.
ટોમેટો બેસન પુડલા રેસીપીની સુંદરતા એ છે કે તે સામાન્ય સામગ્રીનો ઉપયોગ કરીને બને છે જે તમારા ઘરે હોવાની ખાતરી છે, અને તેને પીસવાની અથવા આથો લાવવાની જરૂર નથી. તેથી, જ્યારે પણ જરૂર હોય ત્યારે તમે તેને તરત જ બનાવી શકો છો.
આ ઝડપી ચણાના લોટ ના પુડલા એ એક લોકપ્રિય ભારતીય નાસ્તાની રેસીપી છે જે લીલી ચટણી અથવા ટોમેટો કેચપ સાથે પીરસવામાં આવે છે.
ટોમેટો બેસન પુડલા બનાવવા માટે- ટોમેટો બેસન પુડલા બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં ચણાનો લોટ, હળદર, ગરમ મસાલો, હિંગ, લાલ મરચાંનો પાવડર, મીઠું અને અડધો કપ પાણી ભેગું કરી, હલાવીને સારી રીતે મિક્સ કરો.
- બાકીની બધી સામગ્રી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- એક નોન-સ્ટીક તવો ગરમ કરો અને તેને ૧/૨ ટીસ્પૂન તેલ વડે ગ્રીસ કરો.
- તે પછી તવા પર એક ચમચા જેટલું મિશ્રણ રેડીને ૧૨૫ મી. મી. (૫”) વ્યાસનું વર્તુળ બનાવવા માટે ગોળાકાર ગતિમાં ફેલાવો.
- ૧/૨ ટીસ્પૂન તેલનો ઉપયોગ કરીને મધ્યમ તાપ પર બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધો.
- રીત ક્રમાંક ૩ થી ૫ મુજબ વધુ ૪ ટોમેટો બેસન પુડલા તૈયાર કરો.
- ટોમેટો બેસન પુડલાને તરત જ લીલી ચટણી અને ટોમેટો કેચપ સાથે પીરસો.
Other Related Recipes
ટોમેટો બેસન પુડલા રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe