You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > બાદશાહી ખીચડી રેસીપી
બાદશાહી ખીચડી રેસીપી

Tarla Dalal
26 February, 2025


Table of Content
Tags
Preparation Time
10 Mins
Cooking Time
30 Mins
Total Time
40 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
ભાત માટે
1 કપ ચોખા (chawal)
1/2 કપ તુવેરની દાળ (toovar dal, arhar)
2 ટેબલસ્પૂન ઘી (ghee)
25 મિલીમીટર તજ (cinnamon, dalchini) ટુકડો
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
મીઠું (salt) , સ્વાદાનુસાર
બટાટાની ભાજી માટે
1 1/2 કપ બટાટાના ટુકડા (potato cubes)
2 ટેબલસ્પૂન ઘી (ghee)
1 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
1/2 કપ સ્લાઇસ કરેલા કાંદા (sliced onions)
1 ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ (ginger-green chilli paste)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1 ટીસ્પૂન ધાણા પાવડર (coriander (dhania) powder)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/4 કપ દહીં (curd, dahi)
વઘારેલી દહીં માટે
1 કપ દહીં (curd, dahi)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટીસ્પૂન ઘી (ghee)
1 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
4 to 6 કડી પત્તો (curry leaves)
સજાવવા માટે
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- પીરસતા પહેલા, એક પીરસવાની ડીશમાં ભાત મૂકો અને તેની પર બટાટાનું શાક સરખી રીતે પાથરીને છેલ્લે તેની પર વઘારેલું દહીં સરખી રીતે રેડી લો.
- કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં રાઇ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં આદૂ-મરચાંની પેસ્ટ, હળદર, મરચાં પાવડર અને ધાણા પાવડર મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
- પછી તેમાં બટાટા અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી અથવા બટાટા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં દહીં મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- ચોખા અને તુવરની દાળ સાફ કરી, ધોઇને લગભગ ૧૫ મિનિટ સુધી જરૂરી પાણીમાં પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
- એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં લવિંગ અને તજ નાંખી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં હીંગ અને હળદર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
- તે પછી તેમાં ચોખા, તુવરની દાળ, મીઠું અને ૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૪ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- એક બાઉલમાં દહીં અને મીઠું મેળવી દહીંને જેરી લીધા પછી બાજુ પર રાખો.
- એક નાના નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમા રાઇ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડી પત્તા મેળવી મધ્યમ તાપ પર ૧૫ સેકંડ સુધી સાંતળી લો.
- આ વઘારને જેરી લીધેલા દહીં પર રેડી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.