You are here: Home> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > ફરાળી ઢોસા
ફરાળી ઢોસા

Tarla Dalal
02 January, 2025

Table of Content
About Farali Dosa, Faral Foods Recipe - How To Make Farali Dosa, Faral Foods
|
Ingredients
|
Methods
|
Nutrient values
|
દક્ષિણ ભારતની વાનગીઓમાં એવી ઘણી વાનગીઓ છે જે હાલ સદતંર ભૂલાઇ ગઇ છે. આજકાલના લોકો હવે એવી વાનગીઓને તીવ્ર જોસમાં ફરીથી લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
આવી જ એક વાનગી એટલે ફરાળી ઢોસાનો દાખલો છે. લોકો સાદા ઢોસા બનાવે કે પછી ઝટપટ ઘઉંના લોટના કે રવાના ઢોસા બનાવે છે, પણ તેઓ એ ભુલી ગયા છે કે જુવાર-બાજરીના લોટ વડે પણ ઢોસા બનાવી શકાય છે. સામા અને રાજગીરાના લોટના મિશ્રણ વડે બનતા આ ફરાળી ઢોસા બહુ ભપકાદાર બને છે અને તમે તેને ઉપવાસના દીવસે આનંદથી માણી શકશો.
ખટાશવાળી છાસ લોટમાં મેળવવાથી આથો આવવા માટે ફક્ત બે કલાકનો સમય લાગે છે, જેથી તમને આગલા દીવસે તૈયાર કરવાની જરૂર નથી પડતી. આ ફરાળી ઢોસા જો પાતળા બનાવશો અને તરત જ પીરસસો તો તે જરૂર કરકરા અને મજેદાર લાગશે, પણ જો જાડા બનાવીને થોડા સમય પછી પીરસસો તો તેની મજા નહીં આવે.
ફરાળી નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે સાબુદાણા વડા અને સાબુદાણાની ખીચડી પણ ઉપવાસના દીવસેમાં તમે જરૂરથી અજમાવજો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1/2 કપ સામો
1/2 કપ રાજગીરાનો લોટ
1/2 કપ છાસ
1 ટેબલસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ (ginger-green chilli paste)
સિંધવ મીઠું , સ્વાદાનુસાર
તેલ ( oil ) . રાંધવા માટે
પીરસવા માટે
વિધિ
- સામાને સાફ કરી, ધોઇ લીધા પછી જરૂરી પાણી સાથે એક ઊંડા બાઉલમાં ૨ કલાક સુધી પલાળી રાખો.
- તે પછી તેને નીતારીને ૨ ટેબલસ્પૂન પાણી સાથે મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
- આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી તેમાં રાજગીરાનો લોટ, છાસ, આદૂ-લીલા મરચાંની પેસ્ટ અને સિંધવ મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, બાઉલને ઢાંકી આથો આવવા માટે ૮ કલાક અથવા રાત્રભર બાજુ પર રાખો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર એક મોટા ચમચા વડે ખીરૂ રેડીને ગોળાકારમાં ફેરવી ૧૨૫ મી. મી. (૫”)ના ગોળ ઢોસા તૈયાર કરો.
- ઢોસાને રાંધતી વખતે તેની કીનારી પર થોડું તેલ રેડી, ધીમા તાપ પર ઢોસાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લીધા પછી તેને વાળીને અર્ધ-ગોળાકાર બનાવી લો.
- રીત ક્રમાંક ૪ અને ૫ પ્રમાણે બીજા ૭ ઢોસા તૈયાર કરો.
- મગફળી-દહીંની ચટણી સાથે ગરમ-ગરમ પીરસો.