You are here: Home> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > દક્ષિણ ભારતીય લોકો ઈડલી અને ઢોસા નાસ્તા મા ગમે છે > સવારના નાસ્તા > સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા
સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા

Tarla Dalal
02 January, 2025


Table of Content
જો તમને ટાકોસ, રૅપસ અને શાકથી ભરેલા નાસ્તાઓ પસંદ છે તો તમને આ સ્ટફ્ડ ઢોસા પણ જરૂર પસંદ પડશે. સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા એક પેટ ભરાઇ જાય તેવો સવારનો નાસ્તો છે જે ભરપૂર છે પ્રોટીનથી (નિરોગી બોડી સેલ્સ માટે), કૅલ્શિયમથી (તંદુરસ્ત હાડકા માટે) અને લોહતત્વથી (સારા હીમોગ્લોબિન માટે). આ વાનગી બનાવવામાં આગલા દિવસના વધેલા ફણગાવેલા કઠોળ તો વપરાય છે પણ સાથે સાથે મજબૂત બનાવે તેવા શાકભાજી જેવા કે કોબી અને ગાજરની સાથે ચટાકેદાર ચાટ મસાલો પણ વાપરવામાં આવ્યો છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
ઢોસા માટે
1 કપ ફણગાવેલા મગ (sprouted moong)
4 ટેબલસ્પૂન ચોખાનો લોટ (rice flour, chawal ka atta )
મીઠું (salt) , સ્વાદાનુસાર
પૂરણ માટે
1/2 કપ બાફીને મસળી લીધેલા બટેટા
2 ટેબલસ્પૂન ખમણેલું ગાજર
2 ટેબલસ્પૂન ખમણેલું બીટ
2 ટેબલસ્પૂન ખમણેલી કોબી
2 ટેબલસ્પૂન સમારેલા કાંદા (chopped onions)
1/4 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1 ટીસ્પૂન તેલ ( oil )
1/4 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
2 to 3 કડી પત્તો (curry leaves)
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
1/2 ટીસ્પૂન સમારેલા સિમલા મરચાં (chopped capsicum)
મીઠું (salt) , સ્વાદાનુસાર
અન્ય સામગ્રી
1 1/4 ટીસ્પૂન તેલ ( oil ) , ચોપડવા અને શેકવા માટે
પીરસવા માટે
વિધિ
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડો.
- તેના પર એક ચમચો ભરીને ખીરૂ રેડી તેને ચમચા વડે ગોળ ફેરવીને ૧૫૦ મી. મી. (૬”) વ્યાસનો ગોળાકાર બનાવો.
- હવે ઢોસાની કીનારીઓ પર ૧/૪ ટીસ્પૂન તેલ છાંટી તે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- હવે પૂરણનો એક ભાગ ઢોસાના અડધા ભાગ પર પાથરી અને બાકીનો અડધો ભાગ તેની પર વાળી અર્ધગોળાકાર બનાવો.
- હવે બાકીના ૩ ઢોસા રીત ક્રમાંક ૨ થી ૪ પ્રમાણે બનાવી લો.
- કોથમીર અને લીલી લસણની ચટણીની સાથે તરત જ પીરસો.
- ફણગાવેલા મગમાં ૩/૪ કપ પાણી ઉમેરી મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ બનાવો.
- હવે પેસ્ટને એક બાઉલમાં નાંખી, તેમાં ચોખાનો લોટ અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લો જેના થી ગઠ્ઠા ન રહે. હવે મિશ્રણને ૧૫ મિનિટ સુધી બાજુ પર રાખો.
- આ મિશ્રણમાં ૧/૪ કપ પાણી ઉમેરો જેથી રેડી શકાય તેવું ખીરૂ બને.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો.
- જ્યારે રાઇ તતડવા માંડે ત્યારે તેમાં કડી પત્તા, હળદર અને હીંગ ઉમેરી તેને મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- હવે તેમાં બધા શાક, કોથમીર, ચાટ મસાલો અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
- તૈયાર થયેલ પૂરણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.