બુરાતા ચીઝ અને ગાર્લિકની ક્રોસ્ટીની ની રેસીપી | Burrata Cheese and Garlic Crostini
તરલા દલાલ દ્વારા
Added to 10 cookbooks
This recipe has been viewed 3135 times
હર્બસ્ થી ભરપૂર, ગાર્લિકી અને ચીઝી, એવી છે આ ક્રોસ્ટીની. ક્રીસ્પી, ગોલ્ડન બ્રાઉન એવા ફ્રેન્ચ બ્રેડ પર જેતૂનનું તેલ લગાડી ઉપર મસ્ત લોભામણું ચીઝનું સંયોજન, લસણ અને હર્બસ્ પાથરી લીધા પછી તેમાં વધુ તીખાશ માટે લાલ મરચાંના ફ્લેક્સ્ છાંટીને તૈયાર થતી આ ક્રોસ્ટીની અદભૂત જ છે.
આ બુરાતા ચીઝ અને ગાર્લિકની ક્રોસ્ટીની મજાનું એક નાસ્તાની વાનગી છે જે મોઢામાં મૂક્તા પહેલા જ તમારી ભૂખને ઉશ્કેરી દેશે.
Method- બુરાતા ચીઝ અને ગાર્લિકની ક્રોસ્ટીની રેસીપી બનાવવા માટે, ફ્રેન્ચ બ્રેડની દરેક સ્લાઇસ બેકીંગ ટ્રે પર ગોઠવી, દરેક સ્લાઇસ પર ૧/૪ ટીસ્પૂન જેતૂનનું તેલ ચોપડી લો.
- હવે આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦˚ સે (૪૦૦˚ ફે) તાપમાન પર બધી બ્રેડની સ્લાઇસને ૫ થી ૭ મિનિટ સુધી અથવા બ્રેડ હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી બેક કરી લીધા પછી બ્રેડને સહેજ ઠંડા થવા દો.
- તે પછી તેની પર ૧ ટીસ્પૂન બુરાતા ચીઝ સરખા પ્રમાણમાં પાથરી લો.
- આમ કર્યા પછી તેની પર ૧/૮ ટીસ્પૂન લસણ, ૧/૮ ટીસ્પૂન મિક્સ સૂકા હર્બસ્, ૧/૮ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ અને ૧/૮ ટીસ્પૂન આખું મીઠું સરખા પ્રમાણમાં દરેક ક્રોસ્ટીની પર પાથરી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
બુરાતા ચીઝ અને ગાર્લિકની ક્રોસ્ટીની ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe