રાજમા અને અડદની દાળ | Rajma and Urad Dal
તરલા દલાલ દ્વારા
Added to 181 cookbooks
This recipe has been viewed 8398 times
મિક્સ કઠોળ, વિવિધ મસાલા અને સારા એવા પ્રમાણમાં લસણ મેળવી ૨ ટીસ્પૂન તેલમાં રાંધીને બનતી આ રાજમા-અડદની દાળ, તેની ખુશ્બુ અને સ્વાદથી તમને જરૂરથી ખુશ કરી દેશે. આ ઉપરાંત, આ દાળ તમારા શરીરમાં લોહતત્વ, ફાઇબર અને વિટામીન સી ના સ્તરમાં પણ વધારો કરશે. આ દાળ તાજી અને ગરમા ગરમ ભાત સાથે પીરસીને એક પરિપૂર્ણ ભોજનની મજા માણો.
Method- રાજમા, ચણાની દાળ તથા અડદની દાળને સાફ કરી સાથે એક બાઉલમાં જરૂરી પાણી સાથે રાત્રભર પલાળી રાખો.
- પલાળેલી દાળને નીતારી લીધા પછી પ્રેશર કુકરમાં ૪ કપ પાણી અને મીઠા સાથે સારી રીતે મિક્સ કરી કુકરની ૪ સીટી સુધી બાફી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી દાળને બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ, કાંદા અને લીલા મરચાંની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા, મરચાં પાવડર, જીરા પાવડર, થોડું મીઠું અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં બાફેલી દાળ અને કોથમીર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી ગરમ-ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
રાજમા અને અડદની દાળ has not been reviewed
4 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Mruga D,
November 08, 2014
Amazing flavour...and sooo easy to make...no cream no butter..yet gives that creamy texture and mouthfeell.....
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe